Infosys Q1 Results 2026:દેશની અગ્રણી IT કંપની ઈન્ફોસિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2027 માટે તેની રેવેન્યુ ગ્રોથ ગાઈડેન્સ ઘટાડીને 1.5 ટકાથી 3 ટકા આસપાસ કર્યું છે. આ અગાઉ કંપનીએ સમગ્ર નાણાકીય વર્ષ માટે કોન્સ્ટેન્ટ કરન્સીના આધાર પર 1.5 ટકાથી 3.5 ટકા ગ્રોથનો અંદાજ વ્યક્ત કર્યો હતો. એટલે કે ગાઈડન્સની ઉપરની મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
મોટાભાગના એનાલિસ્ટને આશા છે કે કંપની તેની ગાઈડન્સની ઉપરની સીમામાં 50 બેસિસ પોઇન્ટ (0.5 ટકા)નો ઘટાડો કરશે. જોકે કંપનીએ EBIT માર્જીનનો અંદાજ 20 ટકાથી 22 ટકા આસપાસ છે.
જૂન ત્રિમાસિક ગાળામાં ઈન્ફોસિસની કોન્સ્ટેન્ટ કરન્સીના આધાર પર આવક ત્રિમાસિક ધોરણે 1 ટકા વધી છે. આ ગ્રોથ ટેક મહિન્દ્રાની 2.6 ટકા વૃદ્ધિથી ઓછી રહી છે, જોકે અન્ય મોટી IT કંપનીઓ TCS 0.4 ટકા, HCL ટેક -0.5 ટકા અને વિપ્રો -1.2 ટકા કરતાં સારી રહી છે.
કેવા રહ્યા ત્રિમાસિક પરિણામ
ઈન્ફોસિસનો નાણાકીય વર્ષ 2026-2027ના ત્રિમાસિક ગાળામાં પરિણામોમાં વાર્ષિક ધોરણે નફો 12 ટકા વધ્યો છે. પણ ત્રિમાસિક ધોરણે તેમાં 8.6 ટકા ઘટાડો થયો છે.
નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની સંચાલકીય આવક રૂપિયા 42,279 કરોડ હતી જે નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 14 ટકા વધી રૂપિયા 48,211 કરોડ થઈ છે. 30 જૂન 2026ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં સંકલિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 12 ટકા વધી રૂપિયા 7,769 કરોડ થયો છે. ગયા વર્ષે આ અવધિમાં કંપનીનો સંકલિત ચોખ્ખો નફો રૂપિયા 6,921 કરોડ હતો.
નોમિનેશન અને રેમુનરેશન કમિટીની ભલામણોના આધાર પર બોર્ડે 23 જુલાઈ 2026ના રોજ યોજાયેલ બેઠકમાં આશીષ કુમાર ડૈશને આજથી 31 માર્ચ 2027 સુધી કંપનીના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બોર્ડે તમામ કાનૂની જરૂરિયાતોને પૂરી કર્યાં બાદ 1લી એપ્રિલ 2027થી આશીષ કુમાર ડૈશને કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર(CEO) અને મેનેજીંક ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે.
