Infosys Q1 Results: Infosysનો નફો 8.7 ટકા વધી રૂપિયા 6,921 કરોડ થયો, આવક 7.5 ટકા વધી રૂપિયા 42 હજાર કરોડને પાર

બુધવારે પરિણામોની જાહેરાત કરવામાં આવી તે અગાઉ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ખાતે ઇન્ફોસિસના શેર 0.8 ટકા ઘટીને રૂપિયા 1,558.9 પર બંધ રહ્યો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 23 Jul 2025 05:30 PM (IST)Updated: Wed, 23 Jul 2025 05:30 PM (IST)
infosys-q1-results-profit-rises-8-point-7-percent-revenue-beats-estimates-deals-gain

Infosys Q1 FY26 Results: દેશની બીજી સૌથી મોટી અગ્રણી IT કંપની ઇન્ફોસિસ(Infosys)એ જૂન 2025માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ગયા વર્ષની સરખામણીમાં 8.7 ટકા વધીને રૂપિયા 6,921 કરોડ થયો છે.

કંપનીની આવક પણ 7.5 ટકા વધીને રૂપિયા 42,279 કરોડ થઈ છે. આ દરમિયાન બુધવારે પરિણામોની જાહેરાત કરવામાં આવી તે અગાઉ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ખાતે ઇન્ફોસિસના શેર 0.8 ટકા ઘટીને રૂપિયા 1,558.9 પર બંધ રહ્યો હતો.

ઈન્ફોસિસે સમિક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં 3.8 અબજ ડોલરની મોટી ડિલ હાંસલ કરી છે, જે પૈકી 55 ટકા નવી ડિલ હતી. કંપનીના CEO અને MD સલિલ પારેખે જણાવ્યું હતું કે આ પર્ફોમન્સ અમારી એન્ટરપ્રાઈઝ AI કેપિસિટી, ક્લાઈન્ટ્સ સાથે મજબૂત સંબંધો તથા 3 લાખથી વધારે કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. કંપનીએ સમીક્ષા હેઠળની અવધીમાં 20.8 ટકાના મજબૂત માર્જીન હાંસલ કર્યાં છે, જ્યારે શેરદીઠ આવક 8.6 ટકા વધારવામાં સફળતા મળી છે.

કંપની નાણાકીય વર્ષ 2026 માટે તેની રેવેન્યૂ ગ્રોથનો અંદાજ 0-3 ટકાથી વધારીને 1-3 ટકા (કોન્સેન્ટ કરન્સીમાં) કર્યો છે. આ ઉપરાંત સંચાલકીય માર્જીનનુ અનુમાન 20-22 ટકા પર યથાવત રાખવામાં આવેલ છે. જ્યારે ઓપરેટીંગ પ્રોફિટ 6.2 ટકા વધી રૂપિાયા 8,803 કરોડ રહ્યો છે.

અલબત ઓપરેટીંગ માર્જીન 21.1 ટકાથી થોડો ઓછો થઈ 20.80 ટકા રહ્યો છે. શેરદીઠ આવક 8.6 ટકા વધી રૂપિયા 16.70 થઈ છે. ફ્રેશ કેશ ફ્લોની વાત કરવામાં આવે તો તે રૂપિયા 7,533 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં 17.7 ટકા ઓછો છે. અલબત તે ચોખ્ખા નફાના 108.8 ટકા છે.