MYCPE ONE Expansion:અમદાવાદ સ્થિત CPA અને એકાઉન્ટિંગ ફર્મ્સ માટેના વૈશ્વિક સોલ્યુશન્સ પ્રોવાઇડર MYCPE ONE પશ્ચિમ ભારતના ટીયર-2 માર્કેટ્સમાં પોતાનો વ્યાપ વિસ્તારી રહ્યાં છે. તાજેતરમાં ઉદયપુરમાં શરૂ કરવામાં આવેલી તેની ઑફિસ કંપનીના ડિલિવરી સેન્ટર્સના સતત વિસ્તરી રહેલા નેટવર્કમાં નવું ઉમેરણ છે.
કુશળ પ્રતિભા અને વિકસી રહેલી પ્રોફેશનલ ઇકોસિસ્ટમની ઉપલબ્ધતા ધરાવતા શહેરોમાં ટીમોનું નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે MYCPE ONE સ્થાપિત મહાનગરોની બહાર પણ પોતાનો વ્યાપ વિસ્તારી રહી છે. તેમણે હાલમાં કરેલા વિસ્તરણમાં પશ્ચિમ ભારતના ઉદયપુર, જયપુર, નાશિક, નાગપુર અને સુરત જેવા મહત્ત્વના નગરો અને શહેરોનો સમાવેશ થાય છે.
MYCPE ONEના CEO અને સહ-સ્થાપક શાલિન પરિખે જણાવ્યું હતું કે,પરંપરાગત મેટ્રોપોલિટન સેન્ટર્સની બહાર અનેક પ્રતિભાઓ ઉપલબ્ધ હોવાથી અમે ટીયર-2 શહેરોમાં વિસ્તરણ કરી રહ્યાં છીએ. ઉદયપુર, જયપુર, નાશિક, નાગપુર અને સુરત જેવા શહેરોમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રતિભાઓ ઉપલબ્ધ છે અને વૈશ્વિક ક્લાયન્ટ્સ માટે સ્પેશિયલાઇઝ્ડ ટીમોનું નિર્માણ કરવાની તક પણ પૂરી પાડે છે. આ સેન્ટર્સને અમારા વ્યાપક ડિલિવરી નેટવર્કનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બનાવવા માટે જરૂરી આંતરમાળખું અને ક્ષમતાઓ વિકસાવવા અમે રોકાણ કરી રહ્યાં છીએ.
કંપનીએ તાજેતરમાં જયપુરમાં પગદંડો જમાવ્યાં બાદ ઉદયપુરમાં વિસ્તરણ કર્યુ છે, કારણ કે MYCPE ONE ટીયર-2 માર્કેટ્સમાં પોતાના વિસ્તરણને વધુ વેગ આપી રહી છે. માત્ર ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન જ કંપનીએ સુરત, નાગપુર, નાશિક અને ઉદયપુર ખાતે નવી અથવા વિસ્તારવામાં આવેલી સુવિધાઓમાં જ ઓછામાં ઓછી 440 સીટ્સનો ઉમેરો કર્યો છે, જ્યારે જયપુરમાં વધુ એક સ્થળ ઉમેરાતા રાજસ્થાનમાં કંપનીની હાજરીનો વ્યાપ વધ્યો છે.
આ વિસ્તરણમાં નાગપુર ખાતે 120 સીટ્સની ફેસિલિટીનો પણ સમાવેશ થાય છે, જ્યાં ટીમની સંખ્યા વધીને 55 પ્રોફેશનલ્સની થઈ ગઈ છે અને આગામી મહિનાઓમાં તે 80ને પાર થવાની અપેક્ષા છે. નાશિકમાં કંપનીએ 45 સભ્યોની વર્તમાન ટીમ માટે 100 સીટ્સની ફેસિલિટી શરૂ કરી છે, જેમાં 6 મહિનાની અંદર ટીમની સંખ્યા 70ને પાર લઈ જવાની યોજના છે.
