SIP calculation:દર મહિનેરૂપિયા 1000 રોકાણ કરી બનાવી શકાય છે રૂપિયા 13 લાખનું ફંડ, કેલક્યુલેશનથી કેટલો સમય લાગે તે સમજો?

SIP calculation:વર્તમાન સમયમાં રોકાણ શરૂ કરવા માટે એક મોટા પગાર અથવા મોટી રકમ હોવી જરૂરી નથી. જો તમે દર મહિને ફક્ત રૂપિયા 1000 પણ બચત કરો છો તો મ્યુચ્યુઅલ ફંડની સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP) મારફતે લાંબા ગાળામાં સારું એવું ફંડ તૈયાર કરી શકાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 19 Oct 2026 03:19 PM (IST)Updated: Mon, 19 Oct 2026 03:19 PM (IST)
sip-calculation-you-can-build-a-fund-of-rs-13-lakh-by-investing-just-rs-1000-every-month

SIP calculation:વર્તમાન સમયમાં રોકાણ શરૂ કરવા માટે એક મોટા પગાર અથવા મોટી રકમ હોવી જરૂરી નથી. જો તમે દર મહિને ફક્ત રૂપિયા 1000 પણ બચત કરો છો તો મ્યુચ્યુઅલ ફંડની સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP) મારફતે લાંબા ગાળામાં સારું એવું ફંડ તૈયાર કરી શકાય છે. હકીકતમાં ફાયદો ત્યારે થાય છે કે જ્યારે રોકાણ લાંબા સમય સુધી જાળવી રાખવામાં આવે અને મળતા રિટર્ન પર પણ રિટર્ન મળતું રહેસ. તેને કમ્પાઉન્ડિંગ (Compounding) કહેવામાં આવે છે.

જોકે પ્રશ્ન એ છે કે દર મહિને રૂપિયા 1 હજારની SIP કરવા પર 20 વર્ષ બાદ કેટલી રકમ જમા થઈ શકે છે? તેનો જવાબ એ વાત પર આધાર રાખે છે કે રોકાણ પર વાર્ષિક કેટલું વળતર મળે છે.

20 વર્ષમાં તમારા ખિસ્સામાંથી કેટલા પૈસા લાગશે?

જો તમે દર મહિને રૂપિયા એક હજારની SIP શરૂ કરો છો તો એક વર્ષમાં તમારું રોકાણ રૂપિયા 12000 થશે. તે અંતર્ગત 20 વર્ષ સુધી રોકાણ જાળવી રાખવા પર તમારા ખિસ્સામાંથી કૂલ રૂપિયા 2.40 લાખ રોકાણ થશે.


હવે આ રકમ પર મળનાર રિટર્ન જોડાતી જશે. લાંબા સમયમાં આ વળતર તમારા કૂલ ફંડને અનેક ગણું વધારી શકે છે.

10 ટકા રિટર્ન મળે તો કેટલું ફંડ બનશે?

ધારો કે તમારું Systematic Investment Plan પર વાર્ષિક 10 ટકા વળતર મળે છે તો આ સ્થિતિમાં 20 વર્ષ બાદ તમારું કૂલ ફંડ આશરે રૂપિયા 7.18 લાખ થઈ શકે છે.

  •  કુલ રોકાણ: ₹2,40,000
  •  અંદાજીત રિટર્ન: ₹4,78,000
  •  20 વર્ષ બાદ કુલ ફંડ: ₹7,18,000

એટલે કે તમારા ખિસ્સામાંથી રૂપિયા 2.40 લાખ ખર્ચ થશે, જ્યારે કમ્પાઉન્ડિંગને લીધે આશરે રૂપિયા 4.78 લાખ વધારાની રકમ ઉમેરાય છે.

12 ટકા વળતર પર કેટલુ મળશે

જો વાર્ષિક સરેરાશ રિટર્ન 12 ટકા હોય તો 20 વર્ષ બાદ તમારું ફંડ આશરે રૂપિયા 9.11 લાખ થઈ શકે છે.

* કૂલ રોકાણ: ₹2,40,000
* અંદાજીત વળતર: ₹6,71,000
* 20 વર્ષ બાદ કૂલ ફંડ: ₹9,11,000 

ખાસ વાત એ છે કે 10 ટકાને બદલે 12 ટકા વળતર મળવા પર અંતિમ ફંડ આશરે રૂપિયા 1.93 લાખથી વધારે થઈ શકે છે. તેનાથી માલુમ થાય છે કે લાંબી અવધિમાં રિટર્ન નાના અંતરથી મોટી રકમનું અંતર સર્જન કરી શકે છે.