Mumbai-Ahmedabad Bullet Train:કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે સોશિયલ માહિતી પર માહિતી આપી છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પહેલું ઓપરેશનલ સેક્શન વર્ષ 2027માં તૈયાર થઈ જશે. રેલવે પ્રધાને જણાવ્યું છે કે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે કોરિડોરનું નિર્માણ કાર્ય 80 ટકા પૂરું થઈ ચુક્યું છે. આ સાથે જ હવે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દેશને સૌ પ્રથમ બુલેટ ટ્રેનની ભેટ મળી શકે છે.
દેશને મળી શકે છે બુલેટ ટ્રેન
ગુજરાતના સાણંદમાં CG Semiની OSAI ફેસિલિટીમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થવાના કાર્યક્રમ પ્રસંગે રેલવે પ્રધાને દેશના સૌ પ્રથમ હાઈ-સ્પીડ રેલ નેટવર્ક માટે તબક્કાવાર રીતે શરૂ કરવાની યોજના છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સુરતથી બિલિમોરા સુધી બુલેટ ટ્રેનનો પ્રથમ સેક્શન 2027માં શરૂ કરવામાં આવશે. ત્યારબાદ વાપી-સુરત સેક્શન, ત્યારબાદ વાપી-અમદાવાદ, અમદાવાદ થાણે અને છેલ્લે અમદાવાદ-મુંબઈ સેક્શન તબક્કામાં પૂરો કરવામાં આવશે. કામ ખૂબ ઝડપથ ચાલી રહ્યું છે.વૈષ્ણવે કહ્યું કે કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને પ્રોજેક્ટને નિયત સમય મર્યાદામાં પૂરું કરવા પર ધ્યાન આપી શકાય છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન રુટ
| રુટ | યાત્રા સમય |
|---|---|
| मुंबई – पुणे મુંબઈ-પુણે | 48 मिनट |
| चेन्नई – बेंगलुरु ચે | 1 घंटा 13 मिनट |
| पुणे – हैदराबाद | 1 घंटा 55 मिनट |
| बेंगलुरु – हैदराबाद | 2 घंटे |
| वाराणसी – पटना – सिलीगुड़ी | 2 घंटे 55 मिनट |
| चेन्नई – हैदराबाद | 2 घंटे 55 मिनट |
| दिल्ली – वाराणसी | 3 घंटे 50 मिनट |
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
ભારતની સૌ પ્રથમ ડેડિકેટેડ બુલેટ ટ્રેન કોરિડોર મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર છે. તેને જાપાનની શિંકાનસેન ટેકનોલોજી અને ઓપરેશનલ પદ્દતિનો ઉપયોગ કરીને વિકસિત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરમાં 12 સ્ટેશન હશે. તે આશરે 508 કિમી લંબાઈ ધરાવે છે અને તેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવેલ છે કે બન્ને શહેરો વચ્ચે યાત્રાનો સમય ફક્ત 1 કલાક 58 મિનિટ સુધી જ રહેશે.
ટ્રેનોને પ્રતિ કલાક 320 કિમી સ્પીડથી સંચાલિત કરવામાં આવે છે અને 350 કિમી પ્રતિ કલાકની ડિઝાઈન સ્પીડ ચાલવા માટે તૈયાર કરી શકાય છે. આ પ્રોજેક્ટ ભારતમાં પ્રથમ વખત J-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક ટેકનોલોજી રજૂ કરશે.
આ કોરિડોરમાં 2x25 kV ટ્રેક્શન સિસટમનો ઉપયોગ કરતાં 20,000થી વધારે ઓવરહેડ ઈલેક્ટ્રિફિકેશન માસ્ટ લગાવવામાં આવશે. તેમાં 12 ટ્રેક્શન સબસ્ટેશન, બે ડેપો ટ્રેક્શન સબસ્ટેશન તથા 16 ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન પણ હશે.
