Radhika Merchant Casual Look: બોલિવૂડથી લઈને તમામ પ્રખ્યાત લોકોના બાળકો મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ શાળામાં દર વર્ષે યોજાતો કાર્યક્રમ ખૂબ જ ખાસ હોય છે. આ વર્ષે પણ 19 ડિસેમ્બર 2024ના રોજ ક્રિસમસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના જાણીતા સ્ટાર્સના બાળકોએ પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન મુકેશ અંબાણી તેમની નાની વહુ રાધિકા સાથે શાળા વાર્ષિક સમારોહમાં હાજર રહ્યા હતા.
રાધિકાના સાદગીભર્યા લુકે જીત્યું સૌનું દિલ
એશિયાના સૌથી અમીર મુકેશ અંબાણી નાની વહુ રાધિકા મર્ચન્ટ સાથે શાળાના વાર્ષિક સમારોહમાં પહોંચ્યા હતા. આ સમયે રાધિકા ખૂબ જ સાદગીભર્યા અંદાજમાં જોવા મળી હતી. તેના સિંપલ લુકે સૌનું દિલ જીતી લીધું હતું. રાધિકા મર્ચન્ટે વેસ્ટર્ન ડેનિમની શર્ટની સાથે મેચિંગ ટ્રાઉઝર અને બેલ્ટ સાથે નજરે પડી હતી. જ્યાં તેણે ખિસ્સામાં હાથ નાખીને એન્ટ્રી લીધી હતી.
જ્યાં એક તરફ રાધિકાની સાસુ સહિત મોટા મોટા સ્ટાર્સ સજી ધજીને ઈવેન્ટમાં પહોંચ્યા હતા ત્યારે રાધિકાએ સિંપલ સ્ટાઈલ કરી હતી. તેણે કાનમાં નાના ઈયરિંગ્સ અને ગળામાં મંગળસુત્ર પહેર્યું હતું. તેણે રેડ એન્ડ વાઈટ સ્લિંગ બેગ અને વાઈટ ચપ્પલ પહેર્યા હતા.