મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ; કપાસના MSP સપોર્ટ માટે રૂપિયા 1718 કરોડના ફંડને મંજૂરી, ગુજરાતને થશે બમ્પર ફાયદો

ગુજરાત કપાસ ઉત્પાદનમાં મોખરાના સ્થાને હોવાથી રાજ્યના ખેડૂતોને સીધો ફાયદો થશે. કપાસનું ઉત્પાદન 325.22 લાખ ગાંસડી થવાનો અંદાજ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 18 Mar 2026 07:09 PM (IST)Updated: Wed, 18 Mar 2026 07:09 PM (IST)
modi-government-approves-rs-1718-crore-fund-to-support-msp-to-cotton-producing-farmers

Modi Government Cotton MSP: PM કિશાન યોજના (PM Kisan Yojana) હેઠળ 22મો હપતો મળ્યાના એક સપ્તાહ બાદ હવે મોદી સરકાર (Modi Government) ખેડૂતોને વધુ એક મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં કપાસનું ઉત્પાદન કરવા સાથે સંકળાયેલા ખેડૂતો માટે કપાસ સિઝન 2023-24 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) માટે રૂપિયા રૂપિયા 1,718.56 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. ગુજરાત કપાસ ઉત્પાદનમાં મોખરાના સ્થાને હોવાથી રાજ્યના ખેડૂતોને સીધો ફાયદો થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં કપાસની લઘુતમ ટેકાના ભાવથી ખરીદી કરવા માટે રૂપિયા 1718.56 કરોના ભંડોળની મંજૂરી આપી છે. આ ફન્ડિંગ કપાસ વર્ષ 2023-24 માટે છે. આ ભંડોળની ફાળવણીનો ઉદ્દેશ ખેડૂતોને સીધા જ રાહત આપવાનો છે.

MSPનું સંચાલન કપાસના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે વિશેષ કરીને તે અવધિ માટે કરવામાં આવે છે કે જ્યારે બજારમાં કપાસની કિંમત મિનિમમ સપોર્ટ પ્રાઈઝથી નીચે જતા રહે છે.

આ રીતે સરકાર કપાસની કિંમતોને સ્થિર કરવા, સંકટમય સ્થિતિમાં વેચાણની સ્થિતિને અટકાવવા તથા ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કૃષિ બજારોમાં સમાવેશિતાને વેગ આપવા, MSP સંચાલન કપાસ ઉગાડનાર સમુદાયોનું આર્થિક રીતે સુરક્ષામાં મહત્વનું યોગદાન આપે છે.

કપાસ 60 લાખ ખેડૂતોની આજીવિકાનો આધાર છે

કપાસ ભારતનો સૌથી મહત્વનો રોકડિયો પાક છે. તે આશરે 60 લાખ ખેડૂતોની આજીવિકાનો મહત્વનો આધાર છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 4-5 કરોડ લોકોને સહાયક બને છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023-24ના કપાસ સિઝન દરમિયાન તેની ખેતીનો વાવેતર વિસ્તાર આશરે 114.47 લાખ હેક્ટર રહેવાનો અંદાજ હતો, જ્યારે ઉત્પાદન 325.22 લાખ ગાંસડી થવાનો અંદાજ છે, જે વૈશ્વિક કપાસ ઉત્પાદનમાં આશરે 25 ટકાના મહત્વની હિસ્સેદારી ધરાવે છે.