JP Associates: એક સમયે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની સૌથી અગ્રણી ગણાતી કંપની જયપ્રકાશ એસોશિએટ્સના શેરનો ભાવ એક સમયે રૂપિયા 339ની ઐતિહાસિક સપાટી પર હતો, જે આજે ગગડીને રૂપિયા 2ના લેવલ પર આવી ગયો છે. ભારે દેવા, પ્રોજેક્ટને લઈ સતત વિલંબ અને કાયદાકીય લડાઈે આ કંપનીને ભારે આઘાત અપાવ્યો હતો. આજે પણ Jaiprakash Associates Limitedના શેરનો ભાવ 4.72 ટકા ગગડીને રૂપિયા 2.42 થઈ ગયો છે.
કંપનીના શેરની શું સ્થિતિ છે
દરમિયાન Jaiprakash Associatesના શેર આશરે રૂપિયા 2ની નીચલી સર્કિટમાં લોક છે. કંપનીના શેરોમાં ભારે નુકસાન થયું છે. એક સમયે કંપનીના શેરનો ભાવ રૂપિયા 339 હતો. અલબત અત્યારે જેપી એસોસિએટ્સનું સંપૂર્ણ અધિગ્રહણ લાગૂ થઈ જાય છે તો કંપનીની કેટલીક મિલકતો ફરીથી ડેવલપ થશે અને કંપનીનો બિઝનેસ ફરી શરૂ થશે. અલબત આ માટેની પ્રક્રિયા હજુ પૂરી થઈ નથી.
હવે જય પ્રકાશ એસોસિએટ્સને ખરીદવા માટે અદાણી ગ્રુપની કંપની આગળ આવી છે. તેણે નવેમ્બર 2025માં સૌથી આગળ રહીને આશરે 13000 કરોડથી રૂપિયા 15,000 કરોડનો રિઝોલ્યુશન પ્લાન રજૂ કર્યો હતો. છેવટે રૂપિયા 14,535 કરોડના વેલ્યુ ધરાવતા પ્લાનને CoC દ્વારા 89 ટકા મતથી મંજૂરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જયપ્રકાશ એસોસિએટ્સના IBC કેસમાં અદાણી એન્ટરપ્રાઈસિસ (Adani Enterprises)ને મોટી સફળતા મળી છે. નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (NCLT)ની અલ્હાબાદ હાઈકોર્ટની ખંડપીઠે રિસોલ્યુશન યોજનાને મંજૂરી આપી છે.
