Patanjali Foods Share:બાબા રામદેવની કંપની પતંજલિના શેરોમાં આવ્યો 20 ટકાનો કડાકો, કંપની તરફથી સ્પષ્ટતા કરવામાં આવી

Patanjali Foods Share:ભારતીય શેરબજારમાં યોગગુરુ રામદેવની કંપની પતંજલિ ફૂડ્સના શેરોમાં ભારે મંદીને પગલે હાહાકાર મચ્યો છે. શેરબજારમાં કંપનીના શેરમાં આશરે 20 ટકાનો કડાકો બોલાઈ ગયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 15 Jul 2026 04:18 PM (IST)Updated: Wed, 15 Jul 2026 04:18 PM (IST)
shares-of-baba-ramdevs-company-patanjali-fell-by-20-percent-clarification-was-given-by-the-company

Patanjali Foods Share:ભારતીય શેરબજારમાં યોગગુરુ રામદેવની કંપની પતંજલિ ફૂડ્સના શેરોમાં ભારે મંદીને પગલે હાહાકાર મચ્યો છે. શેરબજારમાં કંપનીના શેરમાં આશરે 20 ટકાનો કડાકો બોલાઈ ગયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે શેરનો ભાવ ઈન્ટ્રા-ડેમાં 20 ટકા કડાકો બોલાઈ ગયો હતો અને શેરના ભાવ છેલ્લા 52 સપ્તાહની નીચી સપાટીને સ્પર્શી ગયા હતા.

 

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે શેરનો ભાવ ઈન્ટ્રા-ડે લો રૂપિયા 328 અને ઈન્ટ્રા-ડે હાઈ રૂપિયા 408 બોલાઈ છેલ્લે રૂપિયા 60.70 એટલે કે 14.73 ટકા તૂટી રૂપિયા 347.50 રહ્યા હતા.

શેરમાં આવેલા ઓચિંતાના કડાકા વચ્ચે પતંજલિ ફુડ્સ મેનેજમેન્ટે તાત્કાલિક સ્પષ્ટતા આપી છે. કંપનીનું કહેવું છે કે તેમના તરફથી એવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કે ફેરફાર કરવામાં આવ્યો નથી કે જેને લીધે શેરની કિંમતોમાં આટલી મોટી અફરા-તફરીની સ્થિતિ સર્જાય.

નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે પણ કંપનીના શેરની કિંમત રૂપિયા 328.20 પહોંચી ગઈ છે. આ ઘટાડા પાછળ કેટલાક સમયથી સતત થઈ રહી છે અને છેલ્લા એક વર્ષની ઊંચી સપાટીથી આશરે ભાવ અડધો થઈ ગયો છે.


આ ઓચિંતા જ આવેલા ઘટાડાને લીધે આ FMCG અને ખાદ્ય તેલની મોટી ઉત્પાદક કંપની ઉપર દબાણ આવ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં આ રેકોર્ડ જોઈએ તો પતંજલિ ફુડ્સનો શેર છેલ્લા એક મહિનામાં આશરે 19 ટકા તૂટી ગયો છે. જ્યારે પૂરા વર્ષમાં અત્યાર સુધીમાં તેમાં આશરે 37 ટકાનો ઘટાડો થયો છે.