મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ કોન્ટ્રા ફંડ લોંચ કર્યું,આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે

ન્યૂ ફંડ ઓફર (NFO) સબસ્ક્રિપ્શન માટે 27 નવેમ્બર, 2026ના રોજ ખુલશે અને 11 ડિસેમ્બર, 2026ના રોજ બંધ થશે. આ સ્કીમ સતત વેચાણ અને ફરી ખરીદી માટે 21 ડિસેમ્બર, 2026ના રોજ ફરી ખુલશે.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Sat, 28 Nov 2026 08:15 PM (IST)Updated: Sat, 28 Nov 2026 08:15 PM (IST)
mirae-asset-mutual-fund-launches-mirae-asset-contra-fund-an-open-ended-equity-scheme

મુંબઈ, મિરે એસેટ ઈન્વેસ્ટમેંટ મૅનેજર્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડે મિરે એસેટ કોન્ટ્રા ફંડ લોંચ કરવાની જાહેરાત હતી. આ ફંડ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે, જે કોન્ટ્રારિયન એટલે કે વિરોધાભાસી રોકાણની વ્યૂહરચનાને અનુસરે છે.

ન્યૂ ફંડ ઓફર (NFO) સબસ્ક્રિપ્શન માટે 27 નવેમ્બર, 2026ના રોજ ખુલશે અને 11 ડિસેમ્બર, 2026ના રોજ બંધ થશે. આ સ્કીમ સતત વેચાણ અને ફરી ખરીદી માટે 21 ડિસેમ્બર, 2026ના રોજ ફરી ખુલશે.

મિરે એસેટ ઈન્વેસ્ટમેંટ મૅનેજર્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેંટ ઑફિસર નીલેશ સુરાણાએ કહ્યું હતું, "કોન્ટ્રારિયન રોકાણ એટલે કંપનીના ફંડામેન્ટલ્સ અને બજારમાં હાલ તેના વિશે કેવી ધારણા છે એ વચ્ચેના ફરકને ઓળખવો અને સમજવો. આ માટે ધૈર્ય, વ્યવસાયના અંતર્ભૂત મૂલ્યની ઊંડી સમજણ અને ભીડમાંથી અલગ દેખાડવાનો દ્રઢ ઇરાદો જોઈએ. અમારા કોન્ટ્રા ફંડ મારફતે અમે રોકાણકારો માટે લાંબા ગાળા સુધી સંપત્તિનું સર્જન કરવાનો પ્રયાસ કરીએ છીએ. જ્યારે તેઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત વ્યવસાયના સ્ટોકનું મૂલ્ય બજારમાં ઓછું હોય છે અને તેમના અંતર્ભૂત મૂલ્યથી નીચા ભાવે ટ્રેડિંગ થતા હોય, ત્યારે તેઓ અમે તેમને આ પ્રકારના સ્ટોકમાં રોકાણ કરવાની તક આપીએ છીએ."

આ ફંડ એક ઇન-હાઉસ રોકાણના માળખાના આધારે એક પોર્ટફોલિયોમાં રોકાણ કરશે, જે દરેક તકમાં પાંચ માપદંડો પર તેનું મૂલ્યાંકન કરે છે. આ મૂલ્યાંકનમાં કોઈ સ્ટોક બજારના નબળા સેન્ટિમેન્ટને કારણે પસંદ થતો નથી, કરેક્શન કામચલાઉ કે કાયમી પરિબળોને કારણે થઈ રહ્યું છે કે નહીં અને શું વ્યવસાયની કામગીરીના ફંડામેન્ટલ બહુ મજબૂત છે જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ એ ટ્રિગરને પણ દર્શાવે છે, જે ફરી સક્રિય થઈ શકે છે તથા પછી ધીમે ધીમે પોઝિશન બનાવવામાં આવે છે. આ માળખાના તમામ માપદંડોને પૂર્ણ કરે એવા સ્ટોક પોર્ટફોલિયોનો જ વિચાર કરવામાં આવશે.
આ ફંડ લાંબા ગાળાના રોકાણકારો માટે ઉચિત છે, જેમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેંટ પ્લાન (SIPs) મારફતે રોકાણ કરતા રોકાણકારો પણ શામેલ છે, જેમનો રોકાણનો ગાળો ત્રણ વર્ષ કે વધારે વધારે છે.

મિરે એસેટ ઈન્વેસ્ટમેંટ મૅનેજર્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના ફંડ મેનેજર વ્રજેશ કાસેરાએ કહ્યું હતું, “બે વર્ષનો ગાળો અને પ્રાઇસ કરેક્શને ઘણા સારા વ્યવસાયોમાં વિરોધાભાસી તકો પેદા કરી છે. અમારો પ્રયાસ છે કે, અમે તેમને એક શિસ્તબદ્ધ, સંશોધનથી સંચાલિત પ્રક્રિયા મારફતે ઓળખીને પસંદ કરીએ છીએ, જે બજારચક્રમાં સાતત્યપૂર્ણ રહે.”

NFO દરમિયાન લઘુતમ પ્રાથમિક રોકાણ અને સાતત્યપૂર્ણ આધારે રૂ. 5,000 છે તથા ત્યાર બાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ થશે. સ્કીમમાં દર મહિને રૂ. 99થી SIP મારફતે રોકાણની સુવિધા પણ ઉપલબ્ધ છે. એનો બેન્ચમાર્ક નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI) છે અને એનું મેનેજમેન્ટ વ્રજેશ કાસેરા મેનેજ કરશે. વ્રજેશ મિરે એસેટ હેલ્થકેર ફંડને પણ મેનેજ કરે છે અને મિરે એસેટ એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ અને મિરે એસેટ ઇક્વિટી સેવિંગ્સ ફંડમાં કો-ફંડ મેનેજર છે.

(નોંધ- આ સમાચાર તમારા સુધી માહિતી પહોંચાડવા માટે છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)