Mercedes Benz Launches: મર્સિડીઝ-બેન્ઝે અમદાવાદમાં AMG CLE 53 4MATIC+ Coupe લોન્ચ કરી, તેની કિંમત અને ફિચર્સ વિશે આ માહિતી જાણો

કંપની માટે ગુજરાત ખૂબ જ મહત્વનું બજાર છે, જ્યાં મર્સિડીઝ-AMG અને ટોપ-એન્ડ લક્ઝરી કારની માંગમાં સતત વૃદ્ધિ જોવા મળી છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 03 Sep 2025 10:34 PM (IST)Updated: Wed 03 Sep 2025 10:38 PM (IST)
mercedes-benz-launches-the-exhilarating-amg-cle-53-4matic-coupe-in-ahmedabad-596894

Mercedes Benz Launches: ભારતની અગ્રણી લક્ઝરી કારમેકર મર્સિડીઝ-બેન્ઝે ગુજરાતમાં લેટેસ્ટ AMGની શરૂઆત કરતા અમદાવાદમાં Mercedes-AMG CLE 53 4MATIC+ Coupé આજે લોંચ કરી હતી. આ સાથે મર્સિડીઝ-બેન્ઝ મહત્વના પશ્ચિમી બજારમાં તેનો ટોપ-એન્ડ વ્હિકલ પોર્ટફોલિયો મજબૂત બનાવવાનું આગળ જાળવી રાખ્યું છે. કંપની માટે ગુજરાત ખૂબ જ મહત્વનું બજાર છે, જ્યાં મર્સિડીઝ-AMG અને ટોપ-એન્ડ લક્ઝરી કારની માંગમાં સતત વૃદ્ધિ જોવા મળી છે.

મર્સિડીઝ-બેન્ઝે અન્ય મહત્વના બજારોની સાથે ગુજરાતમાં 2025નું ફેસ્ટિવ કેમ્પેઇન પણ રજૂ કર્યું છે. મર્સિડીઝ-બેન્ઝ ડ્રીમ ડેઝ 360 ડિગ્રી ફેસ્ટિવ કેમ્પેઇન કે જેનો ઉદ્દેશ્ય દરેક ટચ પોઇન્ટ પર ગ્રાહકો માટે સર્વશ્રેષ્ઠ મર્સિડીઝ-બેન્ઝ લક્ઝરી અનુભવ ઊભો કરવાનો અને મજબૂત ATL તથા કેન્દ્રિત ઓન-ગ્રાઉન્ડ કેમ્પેઇનના આધારે નવીનતમ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ ઓફર કરવાનો છે. Mercedes-AMG CLE 53 4MATIC+ Coupéની કિંમત રૂપિયા 1.35 કરોડ (એક્સ-શોરૂમ)છે.

ગ્રાહકો માટે આ કેમ્પેઇન નવીનતમ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ ઓફર કરે છે જેનો ધ્યેય પોતાની સપનાંની મર્સિડીઝ-બેન્ઝ ખરીદવા માટે આગળ વધવા તેમને પ્રોત્સાહિત કરવાનો છે. આ કાળજીપૂર્વક બનાવાયેલી પહેલ ગ્રાહકોને રોમાંચિત કરે તથા બજારમાં હકારાત્મક સેન્ટિમેન્ટ ઊભું કરે તેવી સંભાવના છે. આ કેમ્પેઇન એવા ઉભરતા બજારોમાં ગ્રાહકોની મહત્વાકાંક્ષાઓને સંતોષવા પર પણ કેન્દ્રિત છે જે ભાવિ વિકાસની સંભાવના ધરાવે છે અને જ્યાં મર્સિડીઝ-બેન્ઝ તેની હાજરી વિસ્તારી રહી છે.

Mercedes-AMG CLE 53 4MATIC+ Coupé ના લોન્ચનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ગ્રાહકોની ઉજવણી વધારવાનો છે જ્યાં વૈભવી વસ્તુઓના વપરાશમાં તહેવારોના સમયમાં વધારો થતો હોય છે. સ્પોર્ટી, એલિગન્ટ ટુ-ડોર મોડલ બે વિશિષ્ટ વર્ગોનું સંયોજન કરે છે – ઇ-ક્લાસના સ્પેસ, એલિગન્સ અને સ્ટેટસની સાથે સી-ક્લાસની ચપળતા અને સ્પોર્ટીનેસ. આ મોડલ પર્ફોર્મન્સ માટે ઉત્સાહી ગ્રાહકો માટે અદ્ભુત રોડ પ્રેઝન્સની સાથે અનન્ય ડ્રાઇવિંગ અનુભવ પૂરો પાડે છે.

કારની ફિચર્સ

  • શક્તિશાળી AMG પર્ફોર્મન્સઃ CLE 53 એ 3.0 લિટર ઇનલાઇન સિક્સ-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 449 hp અને 560 Nm નો ટોર્ક પેદા કરે છે (ઓવરબૂસ્ટ સાથે 560 Nm). તે માત્ર 4.2 સેકન્ડ્સમાં જ 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.
  • ઇલેક્ટ્રિફાઇડ સપોર્ટઃ ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર (આઈએસજી) વધારાનો 23 hp અને 205 Nm પૂરો પાડે છે જે ઇન્સ્ટન્ટ ટોર્ક ડિલિવરી અને સ્મૂધ હાઇબ્રિડ ફંક્શન્સ સુનિશ્ચિત કરે છે.
  • ડ્રાઇવિંગ ડાયનેમિક્સઃ આ મોડલ AMG Performance 4MATIC+ ઓલ-વ્હીલ ડ્રાઇવ, AMG SPEEDSHIFT TCT 9G ટ્રાન્સમિશન અને પાંચ ડાયનેમિક ડ્રાઇવિંગ મોડ્સ (સ્લીપરી, કમ્ફર્ટ, સ્પોર્ટ, સ્પોર્ટ પ્લસ, ઇન્ડિવિડ્યુઅલ) ધરાવે છે જે અદ્ભુત ચપળતા અને અનુકૂલનશીલતા પૂરી પાડે છે.
  • વધુ સારું હેન્ડલિંગઃ સ્ટાન્ડર્ડ રિઅર એક્સેલ સ્ટીઅરિંગ ઓછી ઝડપે ચપળતા અને વધુ ઝડપે સ્થિરતા વધારે છે. AMG RIDE CONTROL suspension થી કમ્ફર્ટ, સ્પોર્ટ અને સ્પોર્ટ પ્લસ વચ્ચે પસંદગીયુક્ત ડેમ્પિંગ થઈ શકે છે.
  • બેનમૂન ઇન્ટિરિયર્સ અને ડિઝાઇનઃ લેટેસ્ટ જનરેશન MBUX ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, એએમજી-સ્પેસિફિક ડિસ્પ્લે, 64 કલર્સ સાથે એમ્બિયન્ટ લાઇટિંગ અને એક્સક્લુઝિવ એએમજી સ્પોર્ટ સીટ્સ સાથે CLE 53 રોજબરોજના આરામ અને કાયમી સુંદરતાનું અનેરું સંતુલન સાધે છે.