Who Is Diva Jaimin Shah: પ્રખ્યાત બિઝનેસમેન ગૌતમ અદાણીના દીકરા જીત અદાણી (Jeet Adani) લગ્નમાં બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. 10 અને 11 ડિસેમ્બરે ઉદયપુરમાં પ્રિ વેડિંગ ફંક્શન છે. ઉલ્લેખનીય છે કે 12 માર્ચે જીત અદાણી અને દીવા શાહે સાદગીપૂર્ણ રીતે સગાઈ હતી. ત્યારે સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે ગૌતમ અદાણીની નાની વહુ કોણ છે ? તે શું કરે છે ?
કોણ છે દીવા શાહ
ગૌતમ અદાણીના દીકરા જીત અદાણી ટુંક સમયમાં લગ્નના સાત ફેરા લેશે. ગૌતમ અદાણીની વહુનું નામ દીવા જૈમિન શાહ છે. દીવા શાહ સુરતના મોટા બિઝનેસમેન અને ડાયમંડ કિંગ જૈમિન શાહની દીકરી છે. દીવાના પિતા જૈમિન શાહ દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડના માલિક છે.
Moving into the climax of a defining decade that saw many milestones and proud memories for India and the Adani Group, here are our special moments from 2019 - my younger son, Jeet's convocation ceremony and a family holiday. #Goodbye2019 pic.twitter.com/NsCtGDnyPG
— Gautam Adani (@gautam_adani) December 31, 2019
દીવા શાહ શું કરે છે
દીવાના પિતા બિઝમેન છે. અને આખા દેશમાં તેમનો વેપાર ફેલાયેલો છે. તેમની હીરા કંપની મુંબઈમાં છે. રિપોર્ટ અનુસાર દીવા પણ બિઝનેસમાં સારું જ્ઞાન ધરાવે છે. તે તેના પિતાને તેમની સાથે બિઝનેસમાં મદદ કરાવે છે. અને કરોડોની માલિક છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર એટલી એક્ટિવ નથી.
ઉદયપુરમાં પ્રિ વેડિંગની તૈયારીઓ શરૂ
ગૌતમ અદાણીના નાના દીકરા જીત અદાણીની ઉદયપુરમાં પ્રી વેડિંગની તૈયારી જોરો શોરોથી ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર રાજસ્થાનની શાહી પરંપરાઓ અનુસાર પ્રી વેડિંગ યોજવામાં આવશે. મહેમાનો માટે ત્રણ હોટેલ તાજ લેક પેલેસ, લીલા પેલેસ અને ઉદયવિલાસ પણ બુક કરવામાં આવી છે.