અમદાવાદ, ગુજરાતમાં કામગીરી ધરાવતી અગ્રણી ઇન્ટિગ્રેટેડ સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદક મંગલમ વર્લ્ડવાઇડ લિમિટેડએ પોતાની નિકાસમાં મોટી હરણફાળ કરી છે. કંપનીની નિકાસનું ટર્નઓવર જુલાઈ, 2026માં રેકૉર્ડ ₹21.79 કરોડને આંબી ગયું હતું. આ કામગીરી ભારતની ઊંચી વૃદ્ધિ કરતી મિડ-માર્કેટ ઔદ્યોગિક લીડર કંપનીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી પહોંચ અને કામ કરવાની ઝડપને દર્શાવે છે.
જુલાઈની નિકાસનો આંકડો જુલાઈ, 2025માં નિકાસના રેકૉર્ડ ટર્નઓવર ₹5.76 કરોડથી જંગી વધારો દર્શાવે છે. કામગીરીમાં ઝડપ દર્શાવીને કંપનીએ એક જ મહિનામાં 15થી વધારે દેશોમાં ઑર્ડર પૂર્ણ કરીને કુલ 874 મેટ્રિક ટન (MT) હાઇ-ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનોના 35 કન્ટેનર મોકલ્યા હતા.
કામગીરીનાં મુખ્ય પ્રેરિકબળો
- આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ : 15થી વધારે આંતરરાષ્ટ્રીય બજારોમાં પુરવઠાની સક્રિય વ્યવસ્થા.
- વોલ્યુમ વધારવાની ક્ષમતા : ફક્ત જુલાઈ મહિનામાં 35 નિકાસ કન્ટેનર મારફતે 847 મેટ્રિક ટનની નિકાસ.
- મજબૂત મૉડલ : ઝડપથી બજારમાં વિવિધતા લાવીને સ્ટીલ ક્ષેત્રના પડકારોનો વધારે સારી રીતે સામનો કર્યો. આ પડકારોમાં ટેરિફમાં વધઘટ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતોમાં અસ્થિરતા સામેલ છે.
મંગલમ વર્લ્ડવાઇડ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ચંદ્રગુપ્ત પ્રકાશ મંગલે કહ્યું હતું, "એક જ મહિનામાં ₹21.79 કરોડની નિકાસનું ટર્નઓવર હાંસલ કરવું અમારી વિસ્તરણની વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ વળાંક છે. આ ભારતીય ત્પાદનમાં સટિકતા વધારવા આંતરરાષ્ટ્રીય ભરોસાને દર્શાવે છે અને આંતરરાષ્ટ્રીય માગનો લાભ ઉઠાવવાની અમારી ટીમની શ્રેષ્ઠતાને પણ બહાર લાવે છે. અમારાં મૂલ્ય-સંવર્ધિત ઉત્પાદનોનો પોર્ટફોલિયો વધારીને અને બજારમાં અમારી પહોંચ વધારીને અમે લાંબા સમય સુધી નિકાસમાં વધારો કરવા એક મજબૂત પાયો નાંખી રહ્યાં છીએ."
જેમ જેમ ભારતમાં મધ્યમ સ્તરની ઔદ્યોગિક કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહી છે, તેમ તેમ મંગલમ વર્લ્ડવાઇડ પોતાની ઇન્ટિગ્રેટેડ ઉત્પાદન ઇકોસિસ્ટમનો ઉપયોગ કરીને વધારે નફાકારક વિદેશી બજારોમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. કંપની પોતાની કામગીરીની ક્ષમતા વધારવા, નવા ઉત્પાદનો પ્રસ્તુત કરવા અને આંતરરાષ્ટ્રીય વિતરણની ચેનલમાં સતત સીધું રોકાણ કરીને પોતાની આંતરરાષ્ટ્રીય કામગીરીની ઝડપથી વધારવાની યોજના બનાવી રહી છે.
