ADNOCએ માન્યતાપ્રાપ્ત વેન્ડર તરીકે મંગલમ્ વર્લ્ડવાઇડ લિમિટેડને પેનલમાં સામેલ કરી

મંગલમ્ વર્લ્ડવાઇડ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ચંદ્રગુપ્ત પ્રકાશ મંગલે કહ્યું હતું, “ADNOC જેવી કંપનીઓ પાસેથી માન્યતા મળવી એક મોટી સફળતા અને તેનાથી પણ વધારે છે.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Mon, 07 Sep 2026 07:36 PM (IST)Updated: Mon, 07 Sep 2026 07:36 PM (IST)
adnoc-adds-mangalam-worldwide-limited-to-the-panel-as-an-accredited-vendor

Business News, સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદક મંગલમ્ વર્લ્ડવાઇડ લિમિટેડ (MWL)એ અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC) સાથે માન્યતાપ્રાપ્ત વેન્ડર બનવા પોતાની નોંધણીની જાહેરાત કરી કરી હતી. MWL-ટ્યુબીકોરએ હવે ADNOCને ટ્યુબ સપ્લાય કરવા માટેની યોગ્યતા ધરાવતી પસંદ થયેલી આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે.

આ મંજૂરી આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારોમાં MWLની કામગીરીને વધારે મજબૂત કરે છે અને કંપનીની ગુણવત્તાના કડક ધારાધારણોને પૂર્ણ કરવાની ક્ષમતાને માન્યતા આપે છે. આ માટે કંપનીને એની અત્યાધુનિક ઉત્પાદન ક્ષમતાઓનું પીઠબળ છે. આ માન્યતા MWLની આંતરરાષ્ટ્રીય બજારો માટે ભરોસાપાત્ર સ્ટેનલેસ સ્ટીલના વિવિધ સોલ્યુશન પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાને વધારે મજબૂત કરે છે.

ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં MWLને કતર એનર્જી, BHEL, EIL અને GSFC જેવી મોટી આંતરરાષ્ટ્રીય અને ભારતીય કંપનીઓ પાસેથી આ જ પ્રકારની માન્યતા મળી હતી, જેથી સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદકને આંતરરાષ્ટ્રીય ઓઇલ અને ગેસની પુરવઠાની સાંકળ સુધી પહોંચ મળી હતી અને સાથે સાથે ભારતના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિફાઇનરી પેટ્રોકેમિકલ સેક્ટર વગેરેમાં એની કામગીરી સ્થાપિત થઈ હતી.

મંગલમ્ વર્લ્ડવાઇડ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ચંદ્રગુપ્ત પ્રકાશ મંગલે કહ્યું હતું, “ADNOC જેવી કંપનીઓ પાસેથી માન્યતા મળવી એક મોટી સફળતા અને તેનાથી પણ વધારે છે. આ અમારા ઉત્પાદનો, ઉત્પાદનની પ્રક્રિયાઓ અને કામગીરીમાં અપનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ધારાધોરણોની પુષ્ટિ કરે છે. આ માન્યતા મોટી અને ટેકનિકલ રીતે મુશ્કેલ જરૂરિયાતો ધરાવતી કંપનીઓ માટે એક ભરોસાપાત્ર પાર્ટનર તરીકે અમારી સાખને મજબૂત કરે છે. જેમ જેમ અમે અલગ-અલગ વિસ્તારોમાં પોતાનો કારોબાર વધારી રહ્યાં છીએ, તેમ તેમ અમે સતત ગુણવત્તા, વિશ્વસનિયતા અને મોટા પાયે પુરવઠો પ્રદાન કરવાની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રીત કરીને આગેકૂચ કરી રહ્યાં છીએ.”

MWLની ક્ષમતાનું હાર્દ એની વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ ઉત્પાદન ઇકોસિસ્ટમ છે, જેમાં મેલ્ટિંગ, રોલિંગ, બ્રાઇટ બાર ફિનિશિંગ તથા સાતત્યપૂર્ણ રીતે પાઇપ અને ટ્યુબનું ઉત્પાદન શામેલ છે. કંપની વર્ષે અંદાજે 190,000 MTનું ઉત્પાદન કરે છે અને સ્ટેનલેસ સ્ટીલના અનેક પ્રકારના ઉત્પાદનો રજૂ કરે છે, જેમાં વિવિધ ક્ષેત્રોમાં જરૂરી કામગીરીઓ માટે બિલેટ્સ, ઇન્ગોટ્સ, હોટ રોલ્ડ અને ફોર્જ્ડ બાર, બ્રાઇટ બાર અને સાતત્યપૂર્ણ પાઇપ અને ટ્યુબ શામેલ છે.