Inflation In October:મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી આધારિત WPI 11.39 ટકાથી વધી 12.29 ટકા પહોંચી ગયો છે. એટલે કે જથ્થાબંધ ભાવ આધારિત મોંઘવારી 0.90 ટકા વધારો દર્શાવે છે. ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ્, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોમાં જે વધારો થયો તેને લીધે આ સ્થિતિ જોવા મળી છે.
ભૂરાજકિય ચિંતા અને વૈશ્વિક સ્તરે જે ઘટનાક્રમ સર્જાયો છે તેને લીધે ભારત જેવા વિકાસશીલ અને એનર્જી આયાત પર આધાર ધરાવતા દેશ માટે મોટો પડકાર જોવા મળી રહ્યો છે. આજે ઈંધણની વધતી કિંમત તથા નબળા ચોમાસાને લીધે સતત મોંઘવારીનો દર વધી રહ્યો છે.
આ પણ વાંચો
જથ્થાબંધ ભાવમાં થયેલો આ વધારો દર્શાવે છે કે ઉત્પાદકોના લેવલ પર સામાનની કિંમતનું દબાણ હજું ઓછું નથી થયું. તેની અસર આગળ જતા સામાન્ય ગ્રાહકો સુધી પહોંચી શકે છે.
ખાદ્ય ફુગાવો ચિંતાનો વિષય
જથ્થાબંધ ભાવને લઈ સૌથી વધારે ચિંતા ખાદ્ય ફુગાવાને લઈ છે. મોંઘવારીનો દર 8.58 ટકા થઈ ગયો છે, જે ખાસ કરીને પ્રાથમિક ચીજવસ્તુની કિંમતોમાં થયેલા વધારાને લીધે 8.26 ટકા થઈ ગયો છે. જ્યારે ઉત્પાદકીય ખાદ્ય ઉત્પાદનોમાં મોંઘવારી દર ઘટીને 9.24 ટકા પહોંચી ગયો છે.
હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ
હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ એટલે કે WPI મારફતે બજારમાં જથ્થાબંધ ભાવને માપવામાં આવે છે અને તેમાં ખાદ્ય ચીજવસ્તુઓ, વીજળી, ઈંધણ, ફેક્ટરીમાં તૈયાર માલસામાનનો સમાવેશ થાય છે. જ્યારે રિટેલ ફુગાવાની તુલનામાં વ્યાપારીઓ અને ઉત્પાદોને પણ અસર થઈ રહી છે. જે કંપનીઓની ઉત્પાદન ખર્ચને વધારે છે અને તેનો બોજ ગ્રાહકો પર પડી શકે છે.
ક્રુડ ઓઈલ અને નેચરલ ગેસની કિંમતમાં ઉછાળો
અત્રે ઉલ્લેખનીય છે કે ક્રુડ ઓઈલ અને નેચરલ ગેસની કિંમતોમાં છેલ્લા એક વર્ષમાં 70.80 ટકા વધી છે, જે સપ્ટેમ્બર મહિનામાં 57.32 ટકા હતો અને પેટ્રોલિયમ પ્રોડક્ટને લઈ મોંઘવારી દર 40.02 ટકાથી વધીને 45.57 ટકા થઈ ગયો છે, જે એકંદરે પેટ્રોલિયમ પ્રોડક્ટની વધતી કિંમતની અસર દર્શાવે છે.
