LPG Subsidy News:LPG સબસિડી મેળવતા ગ્રાહકો માટે 1લી ઓક્ટોબરથી નવો નિયમ, ધ્યાન નહીં આપો તો ખાતામાં પૈસા આવતા બંધ થઈ જશે

સરકારે સ્પષ્ટતા કરી કે જે ગ્રાહકો બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરાવવા માંગતા નથી અથવા કરાવવામાં અસમર્થ છે તેઓ હજુ પણ LPG ખરીદી શકશે પરંતુ તેમને સબસિડી મળશે નહીં.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 20 Sep 2026 08:56 AM (IST)Updated: Sun, 20 Sep 2026 08:56 AM (IST)
lpg-subsidy-biometric-aadhaar-mandatory-for-refills-gas-cylinder-by-1-october-2026

LPG Subsidy News:દેશભરમાં ઘરેલુ LPG ગ્રાહકોને 1લી ઓક્ટોબર 2026થી સબસિડી ધરાવતા સિલેન્ડર રિફિલને જાળવી રાખવા માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન(BAA) પૂરું કરવાનું રહેશે. સરકારે શનિવારે મહત્વની માહિતી આપી છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આપેલા નિવેદન પ્રમાણે આ પગલાનો ઉદ્દેશ એ બાબત સુનિશ્ચિત કરવાનો છે કે સબસિડી ધરાવતા કુકિંગ ગેસ ખરા એટલે કે અસલી ઘરેલુ પરિવારો સુધી પહોંચે અને તેન ઉપયોગ કોમર્શિયલ અથવા ઈન્ડસ્ટ્રીયલ કાર્યો માટે ન થાય. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેનાથી ડુપ્લીકેટ અને અયોગ્ય કનેક્શનને હટાવવા તથા સબસિડી આપવાની પ્રક્રિયાને વધારે પારદર્શક બનાવવામાં મદદ મળશે.

મંત્રાલયની માહિતી પ્રમાણે 19 સપ્ટેમ્બર સુધી 27.43 કરોડ એક્ટિવ ઘરેલુ LPG ગ્રાહકો(એટલે કે કૂલ ગ્રાહકોના 89.9 ટકા)એ ઓથેન્ટીકેશનની પ્રક્રિયા પૂરી કરી લીધી છે અને તેને હવે કોઈ અન્ય કાર્યવાહી કરવાની જરૂર રહેતી નથી. તેમના રિફિલ બુકિંગ વગર કોઈ જ અવરોધ વગર યથાવત રહેશે.

જે ગ્રાહકોએ BAA પૂરું કર્યું નથી તેમના માટે સબસિડી ધાવતા રિફિલનું બુકિંગ ઓથન્ટીકેશન બાદ જ પ્રોસેસ કરવામાં આવશે.

પ્રોસેસને પૂરી કરવાની ત્રણ રીત છે

- ડિલિવરી સમયે જ્યારે ડિલિવરી કરનાર વ્યક્તિ સંબંધિત ઓઇલ માર્કેટિંગ કંપની (OMC)ની મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પ્રમાણિત કરી શકે છે.

- વિતરકના શોરૂમમાં

- ઘરે બેઠા OMCની મોબાઇલ એપ દ્વારા થઈ શકે છે ખરાઈ

Indane ગ્રાહકો IndianOil ONE એપનો ઉપયોગ કરીને જાતે e-KYC પૂર્ણ કરી શકે છે, Bharatgas ગ્રાહકો HelloBPCLએપનો ઉપયોગ કરી શકે છે અને એચપી ગેસ ગ્રાહકો HP PAYએપનો ઉપયોગ કરી શકે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પોર્ટલ પર પ્રક્રિયા સમજાવતા વિડિઓ ટ્યુટોરિયલ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, એમ નિવેદનમાં જણાવાયું છે.

LPG ગ્રાહકો BAA વગર પણ સિલિન્ડર ખરીદી શકશે

સરકારે સ્પષ્ટતા કરી કે જે ગ્રાહકો બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરાવવા માંગતા નથી અથવા કરાવવામાં અસમર્થ છે તેઓ હજુ પણ LPG ખરીદી શકશે પરંતુ તેમને સબસિડી મળશે નહીં.


આવા ગ્રાહકોએ OMCs ના ડિજિટલ ચેનલો - જેમ કે વેબ પોર્ટલ, મોબાઇલ એપ્લિકેશન્સ, WhatsApp ચેટબોટ્સ અથવા IVRS - દ્વારા તેમની પસંદગી દર્શાવવાની રહેશે અને ત્યારબાદ તેમને સંબંધિત OMC પાસે ઉપલબ્ધતાના આધારે બજાર ભાવે 5 કિલો અથવા 10 કિલોના સિલિન્ડર પૂરા પાડવામાં આવશે.