LPG KYC:ગેસ સિલેન્ડરની કિંમત હવે E-KYCના આધારે નક્કી થશે, 10 વર્ષ બાદ ડ્યુઅલ પ્રાઈઝ વ્યવસ્થા પરત ફરી

LPG KYC:જો તમારી પાસે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ(LPG) કનેક્શન છે અને હજુ સુધી KYC કરાવેલ નથી તો તમારી પરેશાની વધી શકે છે. KYC ન કરવાના સંજોગમાં તમને બજાર ભાવથી સિલિન્ડર મળશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 21 Sep 2026 02:00 PM (IST)Updated: Mon, 21 Sep 2026 02:00 PM (IST)
lpg-kyc-gas-cylinder-prices-will-now-be-determined-based-on-ekyc-dualpricing-system-returns-after-10-years

LPG KYC:જો તમારી પાસે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ(LPG) કનેક્શન છે અને હજુ સુધી KYC કરાવેલ નથી તો તમારી પરેશાની વધી શકે છે. KYC ન કરવાના સંજોગમાં તમને બજાર ભાવથી સિલિન્ડર મળશે.

શુક્રવારે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ તથા ભારત પેટ્રોલિયમ તમામ ગેસ એજન્સીઓએ દિશા-નિર્દેશ જાહેર કર્યાં છે. 10 વર્ષ બાદ ફરીથી કિંમત વ્યવસ્થા લાગુ કરી છે. આ માટેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

વર્તમાન સિંગલ કિંમત વ્યવસ્થા

કોઈપણ ગ્રાહક હવે 25 દિવસની અંદર સિલિન્ડર બુક કરાવી શકે છે.હાલમાં એક જ ભાવ પ્રણાલી અમલમાં છે.જિલ્લામાં 75,000 થી વધુ ગ્રાહકો એવા છે જેમણે હજુ સુધી તેમનું e-KYC પૂર્ણ કર્યું નથી.ગ્રાહકોને વારંવાર તકો આપવામાં આવી છે.

 

ઘરેલુ સિલિન્ડર માટે બે દર હશે. જે ગ્રાહકો પાસે KYC વિગતો નથી અને જે લોકો ઉજ્જવલા યોજના યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી તેમને બજાર દરે સિલિન્ડર મળશે, કોઈપણ સબસિડી વિના. તેમણે સમજાવ્યું કે 10 વર્ષ પહેલા અમલમાં રહેલી બેવડી કિંમત વ્યવસ્થા હવે ફરીથી લાગુ કરવામાં આવી રહી છે.