LPG Gas Price Hike: તહેવારો પહેલાં મોંઘવારીનો ફટકો, LPG સિલિન્ડરના ભાવમાં ₹71.50 સુધીનો વધારો; જાણો તમારા શહેરમાં નવી કિંમત

LPG Gas Cylinder Price Hike: 1 ઓક્ટોબર 2026થી 19 KG કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹62.50થી ₹71.50નો વધારો થયો છે. જોકે 14.2 KG ઘરેલુ સિલિન્ડરના દર યથાવત છે. જાણો તમામ શહેરોના નવા ભાવ.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 01 Oct 2026 07:47 AM (IST)Updated: Thu, 01 Oct 2026 07:47 AM (IST)
lpg-gas-price-hike-check-city-wise-domestic-and-commercial-gas-cylinder-rates-in-ahmedabad-surat-vadodara-rajkot-and-more-october-01

LPG Gas Cylinder Price Hike: ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય જનજીવન અને વેપારી જગતને મોંઘવારીનો નવો ઝટકો લાગ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબર 2026થી 19 કિલોગ્રામવાળા કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 62.50 રૂપિયાથી લઈને 71.50 રૂપિયા સુધીનો ધરખમ વધારો ઝીંક્યો છે. આગામી તહેવારોની સિઝન પૂર્વે લેવાયેલા આ નિર્ણયથી હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા એકમોના બજેટ પર સીધી અસર પડશે. જોકે, સામાન્ય ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ LPG સિલિન્ડરના ભાવોમાં કોઈ ફેરફાર કરાયો નથી.

દેશના મુખ્ય શહેરોમાં 19 કિલોના સિલિન્ડરનો નવો ભાવ શું છે? (1 ઓક્ટોબર, 2026)

  • દિલ્હી - નવો ભાવ ₹2810 (જૂનો ભાવ ₹2747.50 થી વધીને)
  • કોલકાતા - ₹2954 (₹2884 થી વધીને)
  • મુંબઈ - ₹2764 (₹2701 થી વધીને)
  • ચેન્નાઈ - ₹2983 (₹2916.50 થી વધીને)
  • અમદાવાદ: ₹2831.50 (₹2768 થી વધીને)

કયા શહેરમાં કમર્શિયલ સિલિન્ડર સૌથી વધુ મોંઘો થયો?

બિહારની રાજધાની પટનામાં કમર્શિયલ ગેસ સિલિન્ડર પર સૌથી મોટો ભાવવધારો જોવા મળ્યો છે. અહીં પ્રતિ સિલિન્ડર 71.50 રૂપિયાનો વધારો થતાં જૂનો ભાવ 3029 રૂપિયાથી વધીને હવે 3100.50 રૂપિયા થઈ ગયો છે, જે દેશના મુખ્ય શહેરોમાં સૌથી ઊંચો દર છે.

ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ (1 ઓક્ટોબર, 2026)

કમર્શિયલ ગેસના દરોમાં વધારો થયો હોવા છતાં, 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ રાંધણગેસના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. વિવિધ શહેરોમાં ઘરેલુ સિલિન્ડરના વર્તમાન દર નીચે મુજબ છે:

  • દિલ્હી: ₹942.00
  • મુંબઈ: ₹941.50
  • અમદાવાદ: ₹949.00
  • કોલકાતા: ₹968.00
  • ચેન્નાઈ: ₹957.50

આ ભાવવધારાથી કયા ક્ષેત્રો પ્રભાવિત થશે?

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે આંતરરાષ્ટ્રીય બજારના વલણો અનુસાર LPGના દર નિર્ધારિત કરે છે. સપ્ટેમ્બરમાં પણ દિલ્હીમાં કમર્શિયલ ગેસમાં 9.50 રૂપિયાનો વધારો નોંધાયો હતો, જ્યારે ઓક્ટોબરમાં ફરી મોટો વધારો થયો છે. આ નિર્ણયને પગલે બહાર જમવું, ફૂડ ડિલિવરી તથા તહેવારો દરમિયાન બહાર બનતી મીઠાઈઓ અને નાસ્તાના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની સંભાવના છે.