RBI Policy:ઓક્ટોબરથી મોંઘી થઈ શકે છે લોન, વધતી મોંઘવારી વચ્ચે Rapo Rateમાં 0.25 વધારો કરી શકે છે RBI

અર્થશાસ્ત્રી અને બેંક અધિકારીઓનું માનવું છે કે મિડલ-ઈસ્ટમાં ફરી વખત તણાવ વધવાથી પેદા થતા મોંઘવારીના દબાવ વચ્ચે RBI ઓક્ટોબરમાં રેપો દરમાં 0.25 ટકા વધારો કરી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 04 Oct 2026 11:11 PM (IST)Updated: Sun, 04 Oct 2026 11:11 PM (IST)
loans-could-become-costlier-from-october-rbi-may-hike-repo-rate-by-025-per-cnt-amidst-rising-inflation
RBI's-warning-Global-uncertainty-1787160808402.webp

RBI Policy:અર્થશાસ્ત્રી અને બેંક અધિકારીઓનું માનવું છે કે મિડલ-ઈસ્ટમાં ફરી વખત તણાવ વધવાથી પેદા થતા મોંઘવારીના દબાવ વચ્ચે RBI ઓક્ટોબરમાં રેપો દરમાં 0.25 ટકા વધારો કરી શકે છે. તાજતરમાં અર્થશાસ્ત્રીઓ અને સીનિયર બેંક અધિકારીઓના એક સર્વેના અનુસાર જો RBIની મોનેટરી પોલિસી કમિટી રેપો રેટમાં વધારો કરે છે તો આ વ્યાજ દર નીતિમાં એક મોટો ફેરફારના સંકેત હશે.

નોંધનીય છે કે રેપો રેટમાં છેલ્લે ડિસેમ્બર 2025માં ઘટાડો કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે 5.25 ટકા પર સ્થિર રહ્યો છે. છેલ્લો વધારો ફેબ્રુઆરી 2023 માં કરવામાં આવ્યો હતો, જ્યારે RBI એ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરીને 6.50 ટકા કર્યો હતો. આ પછી, RBI એ 2023-24 માટે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને 2025માં દર ઘટાડાનું ચક્ર ફરી શરૂ કર્યું હતું. હાલમાં RBI નો રેપો રેટ 5.25 ટકા છે.

વિશ્વભરમાં વિવિધ કેન્દ્રીય બેંકો દ્વારા દરમાં વધારો, ફુગાવાના જોખમોમાં વધારો અને મજબૂત વૃદ્ધિ ગતિનું સંયોજન વ્યાજ દર વધારવા માટે નીતિગત જગ્યા પૂરી પાડે છે.છેલ્લી નીતિથી ફુગાવાના દબાણમાં વધારો થયો છે, મુખ્યત્વે પશ્ચિમ એશિયા સંઘર્ષના પુનરુત્થાન અને ઉર્જા અને કોમોડિટીના ભાવમાં વધારો થવાને કારણે. જો આ દબાણ ચાલુ રહે છે તો વધુ વ્યાજ દરમાં વધારો થવાની અપેક્ષા છે.

RBI ફરી એકવાર રેપો રેટ 5.25 ટકા પર સ્થિર રાખવાનું પસંદ કરશે. તેમણે દલીલ કરી હતી કે RBI દરો વધારતા પહેલા રાહ જોઈ શકે છે, કારણ કે હાલમાં અર્થતંત્રમાં માંગ-આધારિત ફુગાવાના કોઈ નક્કર પુરાવા નથી.