Ahmedabad News: ખેતિકા અને IIM અમદાવાદ વચ્ચે ભારતમાં Clean Food માળખાને આકાર આપવા એક મહત્વના ભાગીદારીની જાહેરાત કરી છે. આ MoUનો ઉદ્દેશ્ય ભારતમાં સ્વચ્છ ખોરાકને પ્રોત્સાહન આપવાનો, ખેડૂતોને સશક્ત બનાવવાનો અને ખાદ્ય ઇકોસિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો છે.
ખેતિકા ફાઉન્ડેશન અને IIM-A વચ્ચેની આ ભાગીદારીનો ઉદ્દેશ્ય દરેક ભારતીયને સ્વચ્છ, સલામત અને પારદર્શક ખોરાક પૂરો પાડવાનો છે. ઉપરાંત, તે ટકાઉ અને પારદર્શક ખેતીને પ્રોત્સાહન આપે છે.આ MoUએમઓયુનો ઉદ્દેશ્ય ભારતમાં સ્વચ્છ ખોરાકને પ્રોત્સાહન આપવાનો, ખેડૂતોને સશક્ત બનાવવાનો અને ખાદ્ય ઇકોસિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો છે.
ખેતિકાના સહ-સ્થાપક અને CEO ડૉ. પૃથ્વી સિંહે જણાવ્યું હતું કે સ્વચ્છ ખોરાક પૂરો પાડવાના પડકારોનો ઉકેલ એકલા લાવી શકાતો નથી, સામૂહિક પ્રયાસ જરૂરી છે. IIM અમદાવાદ સાથે ભાગીદારીમાં, અમે એક એવી ખાદ્ય પ્રણાલી બનાવી રહ્યા છીએ જે ખેડૂતો માટે પ્રામાણિક, શોધી શકાય તેવી અને ન્યાયી હોય, જેનાથી ગ્રાહકોનો વિશ્વાસ વધે. અમે માનીએ છીએ કે સ્વચ્છ ખોરાક માત્ર એક વિકલ્પ નથી પણ એક આવશ્યકતા છે.
દેશમાં ક્લિન ફૂટ એટલે કે સ્વચ્છ ખોરાકને લગતા માળખાને પ્રોત્સાહન આપવા અને ક્લિન ફૂડ ઈન્ડિયા 2030 ઝૂંબેશ હાથ ધરવા માટે એક સમજૂતી (MoU) પર આજે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.આરોગ્ય,સુખાકારી અને ખાદ્ય પારદર્શિતા અંગે ગ્રાહક જાગૃતિમાં વધારો થવાને કારણે વૈશ્વિક ક્લીન-લેબલ ફૂડ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે.માહિતી પ્રમાણે બજાર 2024 માં 54.7 બિલિયન ડોલરથી વધીને 2033 સુધીમાં 109.2 બિલિયન ડોલર થવાનો અંદાજ છે.
નવેમ્બર 2026 માં યોજાનાર ઇન્ડિયા ક્લીન ફૂડ સમિટ 2026, આ સહયોગ હેઠળ એક મુખ્ય પહેલ છે. ભારતમાં સ્વચ્છ ખોરાક માટે જાગૃતિ, સહયોગ અને સંસ્થાકીય સમર્થનને પ્રોત્સાહન આપવા માટે નીતિ નિર્માતાઓ, સંશોધકો, ઉદ્યોગ નેતાઓ, ઉદ્યોગસાહસિકો, ખેડૂતો અને ગ્રાહક હિમાયતીઓ આ સમિટમાં ભાગ લેશે.આ ભાગીદારી ફૂડ ઇકોસિસ્ટમમાં પરિવર્તન લાવવા સંશોધન અને જ્ઞાન નિર્માણને પ્રોત્સાહન આપશે. આ હેઠળ, શિક્ષણવિદો, સંશોધકો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગના હિતધારકો સાથે મળીને વ્યવહારિક ઉકેલો શોધી કાઢશે અને નીતિ સૂચનો આપશે.
