Jio Recharge Plan: Jioનો શાનદાર 198 રૂપિયાનો પ્લાન: 14 દિવસની વેલિડિટી સાથે દૈનિક 2GB ડેટા

આ પ્લાન એવા ગ્રાહકો માટે ખાસ ઉપયોગી છે જેમને ઓછી વેલિડિટી સાથે વધુ ડેટાની જરૂર હોય છે. આ પ્લાન 14 દિવસની વેલિડિટી સાથે આવે છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 04 Sep 2025 11:01 AM (IST)Updated: Thu 04 Sep 2025 11:01 AM (IST)
jio-rs-198-recharge-plan-internet-and-calling-benefits-with-extended-validity-597046

Jio Rs 198 Recharge Plan: Jio તેના ગ્રાહકો માટે અવારનવાર નવા અને સસ્તા રિચાર્જ પ્લાન લાવતું રહે છે. આ વખતે Jio એ એક શાનદાર 198 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે, જે ઓછા સમયગાળામાં વધુ ડેટા અને અન્ય લાભો પૂરા પાડે છે. આ પ્લાન એવા ગ્રાહકો માટે ખાસ ઉપયોગી છે જેમને ઓછી વેલિડિટી સાથે વધુ ડેટાની જરૂર હોય છે. આ પ્લાન 14 દિવસની વેલિડિટી સાથે આવે છે.

પ્લાનમાં મળતા બેનિફિટ

ડેટા: આ પ્લાનમાં તમને દરરોજ 2GB ડેટા મળે છે, જે કુલ 14 દિવસમાં 28GB ડેટા થાય છે. દૈનિક ડેટા લિમિટ પૂરી થયા પછી સ્પીડ 64 Kbps થઈ જાય છે. જો તમે 5G યુઝર છો અને તમારા વિસ્તારમાં 5G નેટવર્ક ઉપલબ્ધ છે, તો તમને આ પ્લાનમાં અનલિમિટેડ ટ્રુ 5G ડેટાનો લાભ મળશે.

કોલિંગ અને SMS: આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા પણ મળે છે.

વધારાના લાભો: આ પ્લાન સાથે તમને Jio TV અને Jio AI ક્લાઉડની એક્સેસ પણ મળે છે, જે મનોરંજન અને અન્ય જરૂરિયાતો માટે ઉપયોગી છે.