Navodaya JNVST Class 6 Admission 2025-26: જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો ક્યા-ક્યા ડૉક્યુમેન્ટની પડશે જરૂર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 17 Sep 2024 06:21 PM (IST)Updated: Tue, 17 Sep 2024 06:21 PM (IST)
jawahar-navodaya-vidyalaya-jnvst-class-6-admission-date-extended

Navodaya Vidyalaya (JNVST) Class 6 Admission 2025-26: જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. પહેલા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16-09-2024 હતી જે લંબાવીને 23-09-2024 કરાઈ છે. આમ જવાહર નવોદયનું ફોર્મ ભરવા માગતા વાલીઓ માટે સારા સમાચાર છે. જવાહર નવોદય વિદ્યાલયમાં ફોર્મ ભરવા માટેની જાહેરાત જુલાઈ મહિનામાં કરાઈ હતી.

કોણ ફોર્મ ભરી શકે?
હાલ ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.

કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે

  • બાળકનો ફોટો
  • બાળકનું આધારકાર્ડ
  • બાળકની સહી
  • પિતાની સહી
  • બાળક અહીં અભ્યાસ કરે છે તેવું સ્કૂલના સહી સિક્કાવાળું ફોર્મ. આ ફોર્મ જવાહર નવોદય વિદ્યાલય પર છે.

ફોર્મ ભરતી વેળાએ પિતાનું નામ નથી લખી શકતા તો શું કરવું?
આ વર્ષે ઘણા વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે બાળકના પિતાનું નામ લખવાની જગ્યાએ કંઈ લખી શકાતું નથી. આવા કિસ્સામાં તમે બાળક પાસે આધાર કાર્ડ નથી તે ઓપ્શન સિલેક્ટ કરી આગળની પ્રોસેસ કરી શકો છો. જેમા આગળ બાળકના પિતાનું નામ લખવાનું ઓપ્શન આવશે.

કોણ ફોર્મ ન ભરી શકે?
ગયા વર્ષે જેમણે ફોર્મ ભર્યું છે તેવા વિદ્યાર્થીઓ આ વર્ષે ફોર્મ ભરી શકશે નહીં. તેમજ ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે નહીં. વધુ વિગત માટે https://cbseitms.rcil.gov.in/nvs/ પર જઈ શકો છો.