Silver Jewelry: ચાંદીના દાગીનાને ચમકાવવા માટે થાય છે ભેળસેળ, ઘરે આવી રીતે ચેક કરો ચાંદી અસલી છે કે નકલી?

ચાંદી પોતાની એલિગેન્સ અને દરેક ડ્રેસ સાથે મેચ થઈ જવાની ખૂબીના કારણે મહિલાઓની પહેલી પસંદ છે. જો કે સતત વધતી કિંમતો વચ્ચે માર્કેટમાં લેભાગુ તત્વો નકલી ચાંદી વેચવા લાગ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 23 Oct 2025 09:48 PM (IST)Updated: Thu, 23 Oct 2025 09:48 PM (IST)
is-silver-jewelry-adulterated-like-gold-in-india
HIGHLIGHTS
  • સિલ્વર પ્લેટેડ ચાંદી દેખાવમાં અસલ ચાંદી જેવી જ લાગે છે
  • 100 ગ્રામ ચાંદીની ઝાંઝરમાં શુદ્ધ ચાંદી કેટલું આવે? તમને ખબર છે

Silver Jewelry: ભારતમાં તહેવારોની સિઝનમાં સોના-ચાંદીના દાગીના ખરીદવા શુભ માનવામાં આવે છે. જો કે હાલના દિવસોમાં માર્કેટમાં ભેળસેળના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. જેના પગલે લોકો ચાંદીના દાગીના ખરીદતી વખતે વિચારતા રહે છે કે, ક્યાંક સોની તેમને નકલી ચાંદી એટલે કે ભેળસેળવાળી ચાંદીના દાગીના પકડાવી ના દે.

ગ્રાહકને ક્યારેય શુદ્ધ ચાંદી નથી આપવામાં આવતું
તમને જાણીને નવાઈ લાગશે કે, ગ્રાહકોને ક્યારેય શુદ્ધ ચાંદીના દાગીના નથી આપવામાં આવતા. હકીકતમાં ચાંદીની મજબૂતી અને ચમક વધારવા માટે તેમાં કેટલીક ધાતુઓ ઉમેરવામાં આવે છે. જેને એલોય કહે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ ઘણાં જ્વેલર્સ ખર્ચો ઘટાડવા માટે સસ્તી અને નકામી ધાતુ ઉમેરે છે. જેના કારણે ચાંદીની ગુણવત્તા અને તેની શુદ્ધતા બન્ને નબળી પડી જાય છે.

ચાંદીની મોટાભાગની જ્વેલરી 92.5 ટકા શુદ્ધતા ધરાવતા સિલ્વરથી બનાવવામાં આવે છે. જેને સ્ટર્લિંગ સિલ્વર કહેવામાં આવે છે. એટલે કે જો તમે 100 ગ્રામ ચાંદીની ઝાંઝર બનાવો છો, તેમાં 92.5 ગ્રામ જ શુદ્ધ ચાંદી હશે અને બાકી અન્ય ધાતુ મિક્સ કરવામાં આવે છે.

જો કે કેટલીલ લોકલ દુકાનોના લેભાગુ સોનીઓ ગ્રાહકો પાસેથી પૈસા પુરા વસૂલે છે, પરંતુ તેને 80 ગ્રામ કે તેનાથી ઓછી શુદ્ધ ચાંદી પકડાવી દે છે. જેનાથી બેખબર ગ્રાહકને નુકસાન ભોગવવાનો વારો આવે છે.

ચાંદી પર હોલમાર્કિંગ
જેમ સોના પર હોલમાર્કિંગ જરૂરી હોય છે, તેમ હવે ચાંદી પર પણ BISનો 925 માર્ક કે 6 અંકનો HUID કોડ હોવો ફરજિયાત છે. ખરીદી કરતી વખતે જો તમને આ માર્ક ના દેખાય, તો સમજો ધાતુમાં ભેળસેળ કરીને દાગીનો બનાવવામાં આવ્યો છે. હંમેશા BIS પ્રમાણિત દુકાનથી જ ચાંદીના દાગીના ખરીદવાનો આગ્રહ રાખો, જેથી તમારે નુકસાન ભોગવવું ના પડે.

naidunia_image

ઘરે જ ચેક કરો ચાંદી અસલી છે કે નકલી
જો તમે ઈચ્છો તો ઘરે જ કેટલીક સરળ રીતથી ચાંદી અસલી છે કે નકલી, તે ચેક કરી શકો છો. આ માટે સૌ પ્રથમ ચાંદીના દાગીનાની નજીક ચુંબર રાખી જુઓ. જો અસલી ચાંદી હશે, તો ચુંબક સાથે ચોંટશે. આ સિવાય ચાંદીના દાગીનાને બરફ ઉપર રાખીને પણ ટેસ કરી શકાય છે. જો અસલી ચાંદી હશે, તો તેની નીચે રહેલો બરફ તરત જ ઓગળી જશે.

ચાંદીના દાગીના ખરીદતી વખતે શું ધ્યાન રાખવું?
ઘણી વખત ભેળસેળ કરેલી ચાંદી શરૂઆતમાં ચમકદાર દેખાય છે, પરંતુ સમય જતાં તેનો રંગ ફિક્કો પડવા લાગે છે. આટલું જ નહીં, તેમાં ભેળસેણ કરવામાં આવેલ ધાતુ એલર્જી કે સ્કિન સબંધિત સમસ્યા પણ ઉભી કરી શકે છે.આથી હંમેશા ચેક કરીને જ શુદ્ધ ચાંદીની જ ખરીદી કરવી જોઈએ.

ખાસ કરીને તહેવારોની સિઝનમાં બજારમાં નકલી કે ભેળસેળવાળી ચાંદીના દાગીના વેચનારા સક્રિય થઈ જાય છે. એવામાં ખરીદી કરતા પહેલા જ્વેલર્સ પાસેથી બિલ અચૂક લો અને હોલમાર્ક કે HUID કોડને ખાસ ચેક કરવાનું રાખો.