US National Debt:અમેરિકાનું ઝડપથી વધી રહેલું સરકારી દેવું (National Debt) ફક્ત તેના અર્થતંત્ર માટે જ નહીં પણ પૂરા વિશ્વ માટે મોટી ચિંતાનો વિષય છે. ચીન, ભારતથી લઈ જાપાન અને રશિયા માટે આ મોટી આફત બની શકે છે.
અમેરિકી દેવું વિશ્વ માટે શા માટે ચિંતાજનક છે તેના મુખ્ય
વૈશ્વિક નાણાકીય અસ્થિરતાની સ્થિતિ
US ડોલરનું પ્રભુત્વ: વિશ્વનો મોટાભાગનો વેપાર અને વિદેશી મુદ્રા ભંડાર(Foreign Exchange Reserves) US ડોલરમાં થાય છે. જો અમેરિકાના દેવાને લીધે ડોલરમાં મોટી અસ્થિરતા આવે તો તેની અસર વિશ્વભરના દેશોના ચલણ અને વેપાર પર થઈ શકે છે.
ટ્રેઝરી બોન્ડ્સ (Treasury Bonds): ભારત,ચીન અને જાપાન જેવા અનેક દેશોએ પોતાની કમાણી અમેરિકી સરકારના સિક્યોરિટીઝ અને બોન્ડ્સમાં રોકાણ કરેલ છે.જો અમેરિકાનું અર્થતંત્ર નબળું પડે તો આ દેશોના રોકાણના મૂલ્ય પર જોખમ ઊભું થાય છે.
વ્યાજદરમાં વધારો અને ફુગાવાની સ્થિતિ (Inflation)
અમેરિકા પોતાના દેવાનું વ્યાજ ચૂકવવા માટે વધુને વધુ પ્રમાણમાં બોન્ડ્સ બહાર પાડે છે, જેના કારણે બોન્ડ યીલ્ડ (Bond Yields) વધી રહી છે.
તેના પરિણામે વૈશ્વિક સ્તરે વ્યાજદરો ઊંચા રહે છે. જેને લીધે ભારત સહિત વિકાસશીલ દેશો માટે વિદેશથી લોન લેવી મોંઘી બની જાય છે.
વિકાસશીલ દેશોમાંથી મૂડી રોકાણ પાછું ખેંચાય
અમેરિકા જ્યારે દેવું ચૂકવવા કે સંભાળવા માટે બોન્ડ્સ પર વધુ વ્યાજ આપે છે ત્યારે વૈશ્વિક રોકાણકારો ભારત જેવા ઉભરતા બજારો (Emerging Markets)માંથી પૈસા પાછા ખેંચીને અમેરિકામાં રોકાણ કરવા લાગે છે.તેને લીધે વિકાસશીલ દેશોના શેરબજાર અને સ્થાનિક ચલણ (જેમ કે ભારતીય રૂપિયો) પર દબાણ આવે છે.
વૈશ્વિક વિકાસ દર પર માઠી અસર
દેવાની ભરપાઈ કરવા માટે અમેરિકાને ભવિષ્યમાં ટેક્સ વધારવા અથવા સરકારી ખર્ચા ઘટાડવાની ફરજ પડી શકે છે તેનાથી અમેરિકામાં વપરાશ અને આયાત ઘટે છે જે ચીન,એશિયા અને યુરોપના નિકાસ આધારિત દેશોના વિકાસને ધીમો પાડી શકે છે.
અત્યારે અમેરિકી ડોલરની મજબૂતી અને તેની વિશાળ આર્થિક તાકાતને કારણે તાત્કાલિક સંકટ નથી પરંતુ લાંબા ગાળે આ સ્તરે પહોંચેલું દેવું વૈશ્વિક આર્થિક સ્થિરતા માટે મોટો ખતરો માનવામાં આવે છે.
