Iran War: અમેરિકાના પ્રતિબંધો વચ્ચે ઈરાનની આર્થિક સ્થિતિ કફોડી બની, મોંઘવારી 66 ટકા વધી, વિશ્વ વ્યાપર લગભગ ઠપ્પ થઈ ગયો

Iran America War: અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધ અને અમેરિકી પ્રતિબંધોની અસર હવે ઈરાનના અર્થતંત્ર પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતાએ સરકારને વધી રહેલી આર્થિક અને આજીવિકા સંબંધિત મુશ્કેલોનો ઉકેલ મેળવવા માટે કહ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 29 Aug 2026 06:43 PM (IST)Updated: Sat, 29 Aug 2026 06:43 PM (IST)
irans-economic-situation-worsened-amid-us-sanctions-inflation-rose-by-66-percent-global-trade-almost-came-to-a-standstill

Iran America War: અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધ અને અમેરિકી પ્રતિબંધોની અસર હવે ઈરાનના અર્થતંત્ર પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતાએ સરકારને વધી રહેલી આર્થિક અને આજીવિકા સંબંધિત મુશ્કેલોનો ઉકેલ મેળવવા માટે કહ્યું છે. જ્યારે રાષ્ટ્રપતિ મસૂદ પજેશકિયને જણાવ્યું છે કે અમેરિકાના પ્રતિબંધો અને ઈરાન પોર્ટની નૌકાદળ દ્વારા નાકાબંધીને લીધે દેશના વિદેશ વ્યાપારમાં આશરે 35 ટકાનો ઘટાડો થયો છે. આ દરમિયાન ઈરાનમાં વાર્ષિક ધોરણે મોંઘવારી પણ ગયા મહિને 66 ટકા સુધી પહોંચી ગઈ હતી.

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધને આશરે છ મહિનાનો સમય પસાર થઈ ગયો છે અને વાતચીતમાં પણ ભારે અવરોધ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહિવટીતંત્રએ આર્થિક દબાણ વધાર્યું છે. અમેરિકાએ અન્ય દેશોને ઈરાન સાથે બિઝનેસને લગતા સંબંધ ઓછા કરવાની ચેતવણી આપી છે અને આમ નહીં કરવા પર સેકેન્ડરી પ્રતિબંધ લગાવવાની વાત કહી છે.


જોકે, અમેરિકી ટ્રેઝરી વિભાગે ચીન અને ભારત જેવા ઈરાનના મોટા વ્યાપારીક ભાગીદાર દેશો પર અત્યારે પ્રતિબંધ લગાવવાથી અંતર બનાવયું છે. આ પ્રકારના દેશો પર કાર્યવાહીની અસર અમેરિકા તથા વૈશ્વિક અર્થતંત્ર પર થઈ શકે છે.

અમેરિકી ટ્રેઝરી વિભાગે ઈરાન સાથે કારોબાર કરવાની બાબતમાં ઈજિપ્તના Banque Misr પર પ્રતિબંધ મુક્યો છે, તે અંતર્ગત સંયુક્ત અરબ અમીરાત સ્થિત બેંકની શાખાના અમેરિકી ડોલરમાં થતા વ્યવહાર પર નિયંત્રણ લગાવવાની દરખાસ્ત મુકવામાં આવી છે. ઈજિપ્તની મધ્યસ્થ બેંકે કહ્યું છે કે તે અને વિદેશ મંત્રાલય આ બાબતમાં અમેરિકી અધિકારીઓના સંપર્કમાં છે. તેમના મતે આ પગલું Banque Misr USAના અમેરિકી ડોલરના તે વ્યવહાર સુધી મર્યાદિત છે કે જે કોરેસ્પોન્ડેન્ટ બેંકો મારફતે થાય છે.

અમેરિકાના ટ્રેઝરી અધિકારીઓએ હોંગકોંગ સ્થિત એક યુનિટ તથા ઈરાનના Bank Melli સાથે સંકળાયેલ એક વ્યક્તિ પર પણ પ્રતિબંધ મુક્યો છે.