Post Office MIS 2026: જો તમે પણ દર મહિને એક નિશ્ચિત અને સુરક્ષિત આવકનો સ્ત્રોત શોધી રહ્યા હોવ, તો ભારતીય પોસ્ટ વિભાગની મંથલી ઈન્કમ સ્કીમ તમારા માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
શેર બજારમાં રોકાણના જોખમો વચ્ચે પોસ્ટ ઑફિસના આ સ્કીમ ખાસ કરીને સીનિયર સિટીઝન અને એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે, જેઓ પોતાની જમા મૂડી પર કોઈ પણ જાતની ચિંતા વિના માસિક વ્યાજ મેળવવા માંગે છે.
એકવારના રોકાણમાં દર મહિને કમાણી Post Office Monthly Savings Scheme
પોસ્ટ ઑફિસની આ યોજનામાં તમારે એકસાથે પૈસા જમા કરાવવા પડે છે. જેના પર સરકાર તમને વર્તમાનમાં 7.40 ટકા વાર્ષિક દરે વ્યાજ આપે છે. ખાસ વાત એ છે કે, આ વ્યાજની ચૂકવણી તમને દર મહિને કરવામાં આવે છે. જેથી તમારા માસિક ઘર ખર્ચનો બોજ હળવો થઈ જાય છે.
આ પણ વાંચો
આ સ્કીમમાં કમાણીનું સંપૂર્ણ ગણિત Post Office MIS 2026:
આ યોજનામાં રોકાણની મુદ્દત અને તેના થકી થતી કમાણી જોઈએ તો,
| ખાતાનો પ્રકાર | રોકાણની મુદ્દત | માસિક વ્યાજ | કુલ વાર્ષિક આવક |
| સિંગલ એકાઉન્ટ | રૂ.9 લાખ | રૂ.5550 | રૂ.66000 |
| જોઈન્ટ એકાઉન્ટ | રૂ.15 લાખ | રૂ.9550 | રૂ.1,11,000 |
