Gold Bond Investment:ગોલ્ડ બૉન્ડમાં પૈસાનો ધોધ વરસ્યો;રોકાણકારોને મળ્યું વ્યાજ સાથે બમ્પર વળતર

સિરીઝના SGB સમય પહેલા રિડેમ્પશન મૂલ્ય રૂપિયા 15,672 પ્રતિ યુનિટ નક્કી કરવામાં આવ્યા છે.આ કિંમત તારીખ 26,27 મે 2026 દરમિયાન 99.9 શુદ્ધતા ધરાવતા સોનાના સરેરાશ બંધ ભાવના આધાર પર નક્કી

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 30 May 2026 06:42 PM (IST)Updated: Sat, 30 May 2026 06:42 PM (IST)
investment-in-sovereign-gold-bonds-increased-threefold-investors-got-bumper-returns-with-interest

Gold Bond Investment Return: સોનામાં ગોલ્ડ બૉન્ડ (Gold Bond) મારફતે કરવામાં આવતા રોકાણે રોકાણકારોને ખૂબ જ ઊંચુ વળતર આપ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સોવરિન ગોલ્ડ બૉન્ડ (SGB) સિરીઝ-II માટે નિર્ધારીત સમય અગાઉ રિડેમ્પશન (Premature Redemption)ના મૂલ્યને લગતી જાહેરાત કરી છે, આ સીરિઝના બૉન્ડમાં રોકાણ કરનાર રોકાણકાર 1લી જૂન 2026 અગાઉ તેમના બૉન્ડને રિડીમ કરી શકો છો.

ઓફર કરવામાં આવેલી પ્રાઈઝ પ્રમાણે આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 200 ટકાથી વધારે બમ્પર વળતર મળે છે. બૉન્ડમાં આ સાથે જ રોકાણકારોને વ્યાજ પણ મળે છે.

રૂપિયા 1 લાખના થઈ ગયા રૂપિયા 3.27 લાખ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પ્રમાણે આ સિરીઝના SGB સમય પહેલા રિડેમ્પશન મૂલ્ય રૂપિયા 15,672 પ્રતિ યુનિટ નક્કી કરવામાં આવ્યા છે. આ કિંમત તારીખ 26,27 મે 2026 દરમિયાન 99.9 શુદ્ધતા ધરાવતા સોનાના સરેરાશ બંધ ભાવના આધાર પર નક્કી કરવામાં આવ્યા છે. આ સીરિઝ માટે રૂપિયા 4792 પ્રતિ ગ્રામ ઈશ્યુ પ્રાઈઝ નક્કી કરવામાં આવી હતી.

એટલે કે આ યોજનામાં રોકાણ કરનારને શાનદાર વળતર મળે છે. જો કોઈ રોકાણકારે જૂન 2021માં આ બોન્ડમાં રૂપિયા 1 લાખનું રોકાણ કર્યું હોય તેમના રોકાણની રકમ વધીને રૂપિયા 3.27 લાખ થઈ ગઈ છે. એટલે કે રોકાણકારોને આશરે 227 ટકા વળતર મળે છે. આ ઉપરાંત આ રોકાણકારોને આ બોન્ડ માટે મૂળ રકમ પર વ્યાજ પણ મળે છે.

ખરીદીના સમયે રોકડ ચુકવણી કરવાની રહે છે

RBIના નિયમ મુજબ સોવરિન ગોલ્ડ બોન્ડ ઈશ્યુ થવાની તારીખથી પાંચ વર્ષ પૂરા થયા બાદ વ્યાજ ચુકવણીની તારીખ પર સમયથી પહેલા ચુકવણી કરી શકાય છે. સોવરિન ગોલ્ડ બૉન્ડ સરકાર દ્વારા ઈશ્યુ કવામાં આવતા એવા બૉન્ડ છે કે જેની કિંમત સોનાના ગ્રામના આધાર પર નક્કી થાય છે. રોકાણકારોએ ખરીદીના સમયે રોકડ ચુકવણી કરવાની રહે છે અને મેચ્યોરિટી અથવા રિડેમ્પશન સમયે રકમ રોકડમાં પરત મળે છે. અને તેને લીધે ગોલ્ડ બૉન્ડ પર મળતા વળતર ઉંચુ હોય છે.