Sovereign Gold Bond:ગોલ્ડ બૉન્ડમાં રોકાણકારોને શાનદાર વળતર, અત્યાર સુધીમાં મળ્યું 275 ટકાથી વધારે વળતર, જુઓ આ વિગતો

RBI પ્રમાણે ગોલ્ડ બોન્ડના રિડમ્પશનની કિંમત નક્કી કરવા માટે છેલ્લા ત્રણ કામકાજી દિવસોમાં 999 શુદ્ધ સોનાનો ભાવ સરેરાશ કિંમત કાઢવામાં આવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 31 Oct 2026 09:39 AM (IST)Updated: Sat, 31 Oct 2026 09:39 AM (IST)
sovereign-gold-bond-excellent-returns-for-investors-in-gold-bonds-over-275-per-cent-return-earned-so-far

Sovereign Gold Bond: જો તમારા સોવરેન ગોલ્ડ બોન્ડ(SGB)માં રોકાણ કર્યું હોય તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્ક(RBI)એ SGB 2019-2020 સિઝીર VI માટે સમયથી પહેલા પૈસા ઉપાડતા પહેલા અથવા પ્રીમેચ્યોર રિડેપ્શનની કિંમત નક્કી કરે છે. આ બોન્ડમાં રોકાણ કરનારા લોકો 30 ઓક્ટોબર 2026ના રોજ પોતાના પૈસા ઉપાડી શકે છે.

RBIની માહિતી પ્રમાણે આ સિરીઝને રોકાણકારો દરેક યુનિટના બદલે રૂપિયા 14,213 મળશે. ખાસ વાત એ છે કે આ ગોલ્ડ બોન્ડને ઓનલાઈન ખરીદી કરનાર રોકાણકારોએ તેને રૂપિયા 3,785 પ્રતિ ગ્રામ ભાવ પર ખરીદી કરી હતી. હવે તેની કિંમત વધીને રૂપિાય 14,213 થઈ ગઈ છે. એટલે કે રોકાણકારોને વ્યાજ ઉમેર્યાં વગર જ રૂપિયા 275 ટકાથી વધારે વળતર મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ વ્યક્તિએ બોન્ડમાં રૂપિયા એક લાખ રોકાણ કર્યું હોય તો તેનું મૂલ્ય વધીને આશરે રૂપિયા 3.76 લાખ પહોંચી ગયું છે. તેમાં મળતા વ્યાજનો સમાવેશ થતો નથી.

RBI પ્રમાણે ગોલ્ડ બોન્ડના રિડમ્પશનની કિંમત નક્કી કરવા માટે છેલ્લા ત્રણ કામકાજી દિવસોમાં 999 શુદ્ધ સોનાનો ભાવ સરેરાશ કિંમત કાઢવામાં આવે છે. તેના માટે ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA) તરફથી જાહેર સોનાના ભાવના આધાર પર છે. SGB 2019-2020 સિરીઝ VIની કિંમત 27,28 અને 29 ઓક્ટોબર 2026ના સોનાના ભાવના સરેરાશ આધાર પર નક્કી કરવામાં આવેલ છે. આ દ્રષ્ટિએ 30 ઓક્ટોબરના રોજ તેનું રિડેમ્પશન કિંમત રૂપિયા 14,213 પ્રતિ યુનિટ થયું છે.

Gold Bond કઈ કિંમત પર ખરીદવામાં આવેલ હતા

આ ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2019માં ઈશ્યુ કરવામાં આવ્યા હતા. તે સમયે ઓનલાઈન રોકાણ કરનારા માટે તેની કિંમત રૂપિયા 3785 પ્રતિ ગ્રામ હતી. જ્યારે ઓફલાઈન ખરીદી કરનારા માટે રૂપિયા 3,835 પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી હતી. RBI ઓનલાઈન અરજી અને ડિજિટલ પેમેન્ટ કરનાર રોકાણકારોને રૂપિયા 50 પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આ રીતે ઓનલાઈન ખરીદી કરનારને રિટર્ન વધારે રહ્યું છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ શું છે

સોવરેન ગોલ્ડ બોન્ડ એટલે કે SGB સરકાર તરફથી ઈશ્યુ કરવામાં આવનાર એક પ્રકારના સરકારી રોકાણ બોન્ડ છે. તેને ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ભારત સરકાર તરફથી ઈશ્યુ કરવામાં આવે છે. તેમાં રોકાણ કરવા પર તમને ફિઝીકલ સોનાની ખરીદી રાખવું જરૂરી નથી હોતું. તમારું રોકાણ સોનાની કિંમત સાથે જોડવામાં આવેલ છે. આ બોન્ડ પર રોકાણકારોને દર વર્ષ 2.5 ટકા નિયત વ્યાજ મળે છે. આ વ્યાજ શરૂઆતી રોકાણની રકમ પર આપવામાં આવે છે. જોકે નાણાકીય વર્ષ 2015-2016માં ઈશ્યુ કરેલ શરૂઆતી ગોલ્ડ બોન્ડ પર 2.75 ટકા વ્યાજ મળતુ હતું.