Sovereign Gold Bond:સૉવરેન ગોલ્ડ બોન્ડ(SGB)માં રોકાણ કરનારા રોકાણકારોને માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ SGB 2021-2022 સિરીઝની નિયત સમય અગાઉ ઉપાડ એટલે કે પ્રિમેચ્યોર રિડપમ્શન(Premature Redemption)ની તારીખ નક્કી કરી છે.
SGB 2021-2022 Series VIને 7 સપ્ટેમ્બર 2021ના રોજ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. ઓનલાઈન રોકાણ કરનારા લોકો માટે તે સમય તેની ઈશ્યુ પ્રાઈઝ રૂપિયા 4,682 પ્રતિ ગ્રામ હતી. ઓનલાઈન ખરીદી પર રોકાણકારોને રૂપિયા 50 પ્રતિ ગ્રામ છૂટ આપવામાં આવી હતી. જ્યારે ઓફલાઈન ખરીદી માટે ઈશ્યુ પ્રાઈઝ રૂપિયા 4,732 પ્રતિ ગ્રામ હતી.
આ પણ વાંચો
હવે RBIએ આ સિરીઝને સમય અગાઉ ઉપાડવાની કિંમત રૂપિયા 15,334 પ્રતિ યુનિટ નક્કી કરી છે, એટલે કે રૂપિયા 4,682 રોકાણ પર રૂપિયા 10,652નો સીધો ફાયદો થયો છે. આ રીતે રોકાણ પર 227.50 ટકાનું શાનદાર વળતર મળ્યું છે.
રૂપિયા 1 લાખ રોકાણ પર કેટલું ભંડોળ થયું
જો કોઈ રોકાણકરા સપ્ટેમ્બર 2021માં આ SGBમાં રૂપિયા એક લાખ રોકાણ કર્યું હોય તો વર્તમાન રિડેમ્પ્શન કિંમતના આધારે તેની વેલ્યુ આશરે રૂપિયા 3.28 લાખ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે આ ગણતરીમાં SGB પર મળતા વ્યાજનો સમાવેશ થતો નથી. એટલે કે વ્યાજને જોડવામાં આવે તો કૂલ વળતર તેનાથી વધારે થશે.
RBIની માહિતી પ્રમાણે SGBની સમયથી પહેલા ઉપાડ પરની કિંમત 999 શુદ્ધ સોનાના છેલ્લા ત્રણ કામકાજના દિવસના સરેરાશ ક્લોઝીંગ પ્રાઈઝના આધાર પર નક્કી થાય છે. આ સિરીઝ માટે 2,3 અને 4 સપ્ટેમ્બર 2026ના રોજના સરેરાશ ભાવના આધાર બની ગયો છે. તેને આધાર પર 7 સપ્ટેમ્બરની રિડેમ્પશન કિંમત રૂપિયા 15,334 પ્રતિ યુનિટ નક્કી થઈ છે.
SGB ફક્ત સોનાની કિંમત વધવાથી રિટર્ન આપવા ઉપરાંત તેમાં વાર્ષિક 2.50 ટકા નિશ્ચિત વ્યાજ દર પણ મળે છે. આ વ્યાજ રોકાણની શરૂઆતી રકમ પર મળે છે અને વર્ષમાં બે વખત રોકાણકારના ખાતામાં જમા થાય છે.
