Gold Demand Drop: PM મોદીની 'સોનું નહીં ખરીદવા'ની અપીલને મળ્યું જનસમર્થન, Goldના વેચાણમાં 70 ટકાનો થયો ઘટાડો

ભારતમાં સોનાની માંગ 27મી મેના રોજ પૂરા થયેલા પખવાડિયામાં ઘટીને 7.5 ટન થઈ ગઈ છે,જે એક વર્ષ અગાઉ સમાન અવધિમાં 25 ટન હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 30 May 2026 04:30 PM (IST)Updated: Sat, 30 May 2026 08:15 PM (IST)
gold-demand-plunges-70-percent-after-duty-hike-and-pm-narendra-modi-appeal

Gold Demand Drop In India: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ દેશવાસીઓને સોનાની ખરીદી એક વર્ષ સુધી નહીં કરવા જે આહવાન કરેલું તે રંગ લાવી રહી છે.આ ઉપરાંત સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં પણ વધારો કર્યો હતો. તેને પરિણામે ભારતમાં સોનાની માંગ 27મી મેના રોજ પૂરા થયેલા પખવાડિયામાં ઘટીને 7.5 ટન થઈ ગઈ છે,જે એક વર્ષ અગાઉ સમાન અવધિમાં 25 ટન હતી.

ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારી 15 ટકા કરવામાં આવી

ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાને ટાંકી આપેલા અહેવાલ પ્રમાણે સોના પર ઈમ્પોર્ટ ડ્યુટી બાદ સોનાની માંગમાં 70 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં સોના અંગે દેશવાસીઓને અપીલ કરી હતી તેને પગલે માંગમાં ઘટાડો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 13 મેના રોજ સોના પર ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી હતી. ભારતમાં સામાન્ય રીતે વાર્ષિક ધોરણે સોનાની આયાત 800 ટનથી 850 ટન રહતી હોય છે.

PM મોદીની અપીલ રંગ લાવ

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે સોનાની આયાત એટલે કે માંગમાં જે ઘટાડો થયો તેની પાછળ કેટલાક નક્કર કારણો જવાબદાર છે. ફક્ત આયાત ડ્યુટી એ ઈમ્પોર્ટને અસર કરી નથી તે ઉપરાંત PM મોદીએ સોનાની ખરીદી એક વર્ષ માટે નહીં કરવા અપીલ કરી તેની પણ જાહેર જનતાના સોના પ્રત્યેના વલણને અસર કરી છે. હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં સોનાની આયાતમાં કેટલો ઘટાડો આગળ વધશે.