Gold Price Fall:સોનાની કિંમતોમાં સતત ઘટાડો, દિવાળી અગાઉ શા માટે મોટા જ્વેલર્સ ખરીદીથી દૂર થઈ રહ્યા છે?

ભારતમાં દિવાળી દરમિયાન સોનાની ખરીદીમાં સામાન્ય રીતે વધારો થતો હોય છે. પણ આ વખતે તહેવાર અગાઉ સોનાની કિંમતોમાં મોટો ઘટાડો આવવા છતાં મોટા જ્વેલર્સ ખરીદીથી દૂર થઈ રહ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 31 Oct 2026 08:13 AM (IST)Updated: Sat, 31 Oct 2026 08:21 AM (IST)
fall-in-gold-prices-why-are-big-jewelers-avoiding-buying-before-diwali

Gold Price Fall:ભારતમાં દિવાળી દરમિયાન સોનાની ખરીદીમાં સામાન્ય રીતે વધારો થતો હોય છે. પણ આ વખતે તહેવાર અગાઉ સોનાની કિંમતોમાં મોટો ઘટાડો આવવા છતાં મોટા જ્વેલર્સ ખરીદીથી દૂર થઈ રહ્યા છે. તેમને આશા છે કે આગામી સમયમાં સોનાની કિંમતમાં વધુ ઘટાડો થઈ શકે છે. આ સંજોગોમાં સોનાની ખરીદી કરવાને બદલે યોગ્ય સમયની રાહ જોવામાં આવી રહી છે.

વીતેલા સપ્તાહ દરમિયાન સોનાની કિંમત પ્રતિ ઔંસ 4000 ડોલર લેવલથી નીચે આવી ગઈ હતી. જુલાઈ બાદ આ પ્રથમ વખત છે. ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારબાદથી સોનાની કિંમતોમાં આશરે 24 ટકાનો ઘટાડો થયો છે. આ અગાઉ જાન્યુઆરીમાં સોનાની કિંમતો 5,400 ડોલર પ્રતિ ડોલરના રેકોર્ડ લેવલને પાર થઈ ગયું હતું.

જ્વેલર્સ શા માટે સોનાની ખરીદીથી દૂર થઈ રહ્યા છે 

નિષ્ણાતોનું માનવું છે કે દેશની મોટી જ્વેલર્સ કંપનીઓ હજુ બજારમાં ખરીદીથી દૂર છે.અલબત અત્યારે નાના અને મધ્યમ લેવલના જ્વેલર્સ સોનાની ખરીદી કરી રહ્યા છે. આ પૈકી કેટલાક દુકાનદારોએ ફરીથી ઓર્ડર આપ્યો છે. સામાન્ય રીતે જ્યારે સોનાની કિંમતો વધવા લાગે છે તો મોટા જ્વેલર્સ આગળ કિંમતો વધે તે અગાઉ સોનાની ખરીદીમાં રસ લે છે. જ્યારે તેમને લાગે છે કે કિંમતો વધારે ઘટી શકે છે તો તેઓ ખરીદી ઓછી કરી દે છે.

ઈમ્પોર્ટ ડ્યુટી વધવાની આવી અસર

ભારતમાં સોનાની ખરીદીને લઈ ઈમ્પોર્ટ ડ્યુટીના વધતી અસર જોવા મળી રહી છે. સરકારે મે મહિનામાં સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી વધારી 15 ટકા કરવામાં આવી છે. તેને લીધે સોના ખરીદી મોંઘી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનેક વખત લોકોને સોનાની ખરીદી ઓછી કરવા અપીલ કરી ચુક્યા છે, જેથી દેશમાં વ્યાપાર ખાધને ઓછી કરી શકાય. ભારત પોતાની જરૂરિયાતના લગભગ મોટાભાગનું સોનું અન્ય દેશોમાંથી આયાત કરે છે.

દિવાળી પર માંગ નબળી રહેવાની

સામાન્ય રીતે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ભારતમાં સોનાની માંગ સૌથી વધારે રહેતી હોય છે. આ દરમિયાન દિવાળી જેવા તહેવારો અને લગ્ન પ્રસંગોમાં લોકો સોનાની ખરીદી કરે છે. જોકે આ વખતે મોટા જ્વેલર્સની ઓછી ખરીદીથી માંગ નબળી રહેવાની આશંકા છે.