Gold Imports In India:શું PM મોદીની અપીલની અસર જોવા મળી? સોનાની ખરીદીને લાગ્યો અંકૂશ, છેવટે Goldની કેટલી આયાત થઈ

Gold Imports In India:વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સોનું ઓછું ખરીદવાની અપીલની અસર હવે ભારતમાં ગોલ્ડ ઈમ્પોર્ટના આંકડા પર જોવા મળી રહી છે. મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સોનું ખરીદવા અંગે પુનઃવિચાર કરવાની અપીલ કરી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 07 Sep 2026 06:09 PM (IST)Updated: Mon, 07 Sep 2026 06:09 PM (IST)
gold-import-fall-after-pm-modi-appeal-to-buy-less-gold-india-gold-import-data

Gold Imports In India:વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સોનું ઓછું ખરીદવાની અપીલની અસર હવે ભારતમાં ગોલ્ડ ઈમ્પોર્ટના આંકડા પર જોવા મળી રહી છે. મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સોનું ખરીદવા અંગે પુનઃવિચાર કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ સતત ચાર મહિનામાં દેશમાં સોનાની આયાતમાં ઘટાડો થયો છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટાડો સંપૂર્ણપણે વડાપ્રધાનની અપીલ ઉપરાંત અન્ય કેટલાક પરિબળો પણ અસરકર્તા રહ્યા છે. 

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે મે મહિનામાં ભારતમાં આશરે 29.4 ટન સોનાની આયાત થઈ હતી, જે અગાઉના વર્ષની સમાન અવધિમાં 30.6 ટનની તુલનામાં આશરે 4 ટકા ઓછું હતું. ત્યારબાદ જૂન મહિનામાં આયાત 20 ટકા ઘટી છે. જુલાઈમાં આ ઘટાડો વધુ આગળ વધ્યો હતો અને તે 23.7 ટકા તથા ઓગસ્ટ મહિનામાં આશરે 30 ટકા ઘટાડા સુધી પહોંચી ગયો હતો.

જોકે અહીં એક ખાસ વાત સમજવાની જરૂર છે. સોનાની ખરીદીમાં ઘટાડો અને આયાતમાં ઘટાડાનું કારણ ફક્ત PM મોદીની અપીલ ઉપરાંત મે મહિનામાં સરકાર દ્વારા સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી વધીને 6થી 15 ટકા કરવામાં આવ્યો હતો. તેની સીધી અસર આયાતી સોનાની કિંમત પર થઈ છે અને સોનાની ખરીદી મોંઘી થઈ ગઈ છે. તેના ઘરેલુ બજારમાં સોનાની કિંમતો પણ ઊંચા લેવલ પર બની ગઈ છે. મોંઘા સોના સામાન્ય ગ્રાહકોની ખરીદી પર અસર કરી રહેલ છે અને તેની અસર આયાત પર થઈ રહી છે.

રસપ્રદ બાબત એ છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભારતની ગોલ્ડ ઈમ્પોર્ટમાં ભારે તેજ જોવા મળી હતી. જાન્યુઆરી મહિનામાં આયાત 171.6 ટકા અને ફેબ્રુઆરીમાં 114.3 ટકા વધી હતી. માર્ચ મહિનામાં તેમાં 34.90 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે એપ્રિલમાં ફરી 30.7 ટકાની તેજી જોવા મળતી હત. હવે PM નરેન્દ્ર મોદીની નવી અપીલ બાદ સપ્ટેમ્બરના આંકડા સૌથી મહત્વના હશે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની માહિતી પ્રમાણે સપ્ટેમ્બરમાં સોનાની આયાત આશરે 15 ટકા ઘટી શકે છે.