Gold Monetisation Scheme:તમારા ઘરમાં રહેલા સોના પર સરકારની નજર,આયાત ઓછી કરવા 'ન્યુ ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ' લોંચ કરશે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 03 Jul 2026 04:13 PM (IST)Updated: Fri, 03 Jul 2026 06:44 PM (IST)
modi-government-is-considering-new-gold-monetisation-scheme-to-reduce-dependence-on-imported-gold

New Gold Monetisation Scheme:સોનાની આયાતને ઓછી કરવા માટે સરકારની નજર હવે ભારતીય પરિવારો પાસે રહેલા એટલે કે ભારતીય ઘરોમાં રહેલા આશરે 30 હજાર ટન સોના પર છે. આ માટે સરકાર ગોલ્ડ મોનેડાઈઝેશન સ્કીમ (New Gold Monetisation Scheme)ના નવા વર્ઝન પર કામ કરી રહી છે.

ઈકોનોમીક ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે સોનાની આયાત પરની નિર્ભરતાને ઓછી કરવાના સરકારના પ્રયત્નના ભાગરૂપે આ સ્કીમને અમલી બનાવવામાં આવી રહી છે.


આ સ્કીમને લઈ છેલ્લા બે સપ્તાહ દરમિયાન સિનિયર સરકારી પ્રધાનો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તથા બેંકોના અધિકારીઓ અને ગોલ્ડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ આ સંખ્યાબંધ બેઠકોમાં ભાગ લીધો હતો.

 

નવા ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ  


ગયા મંગળવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે મે મહિનામાં સોનાની આયાત વૃદ્ધિમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. મે મહિના દરમિયાન PM નરેન્દ્ર મોદીએ નાગરિકોનો ખાડી દેશોમાં પ્રવર્તિ રહેલી તંગદિલીને લીધે આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનાની ખરીદીને નિયંત્રિત કરવા સતત અપીલ કરી હતી.

મધ્યસ્થ બેંકે છ માસિક ફાયનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં એ બાબતની નોંધ લીધી હતી કે સોનાની આયાત અગાઉના મહિનાની તુલનામાં મે 2026માં ઘટી છે.મે મહિનામાં 12 અબજ ડોલરની સોનાની આયાત થઈ હતી.11 વર્ષ સુધી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ (GMS)ને સફળતાપૂર્વક ચલાવવા છતાં ભારતીય ઘરોમાંથી ફક્ત 39 ટન સોનું એકત્રિત કરી શકાયુ હતું.

 

પ્રથમ વખત વર્ષ 2015માં શરૂ કરાયેલી

 

અગાઉ વર્ષ 2015માં આ સ્કીમ રજૂ કરવામાં આવી હતી, જે ભારતીય પરિવારો તથા સંસ્થાઓને વિધિવત ફાયનાન્શિયલ સિસ્ટમમાં સોનું જમા કરવા પ્રોત્સાહન આપી શકાય તે માટે તૈયાર કરવામાં આવી હતી. તે ઓછામાં ઓછા 10 ગ્રામ અને વધુમાં વધુ ગમે એટલા પ્રમાણમાં સોનું જમા કરવા પરવાનગી આપવામાં આવી હતી. જોકે આ સ્કીમ બાદમાં બંધ કરવામાં આવી હતી.