Forex Reserve Data: ભારતના વિદેશી હૂંડિયામણ(Forex Reserves) રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ શુક્રવારે જાહેર કરેલી આંકડાકીય માહિતી પ્રમાણે 4 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ 44.9 અબજ ડોલર વધીને 785.71 અબજ થયું છે.
ભારતના વિદેશી હૂંડિયામણમાં એવા સમયમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે કે જ્યારે વિશ્વ અર્થતંત્રમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફોરેક્સ રિઝર્વમાં આ ઉછાળો મધ્યસ્થ બેંકની તાજેતરમાં જે કેપિટલ રેજીંગ વિન્ડો હેઠળ મોટા Capital Flow બાદ આવ્યો છે. આ વૃદ્ધિ સાથે ભારતનું કૂલ વિદેશી હૂંડિયામણ પ્રથમ વખત 785.71 અબજ ડોલરના વિક્રમજનક સ્તર પર પહોંચી ગયું છે.
ગયા સપ્તાહમાં કેવો હતો ડેટા
આ અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) તરફથી 04 સપ્ટેમ્બરના રોજ આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી હતી. ત્યારે RBIએ જણાવ્યું હતું કે 28 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ 11.47 અબજ ડોલર વધી રેકોર્ડ 740.80 અબજ ડોલર પહોંચી ગયું હતું.
આ સતત બીજો સૌથી મોટો ઉછાળો છે. આ અગાઉ 21 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ 12.422 અબજ ડોલર વધી 729.328 અબજ ડોલર થયું હતું.
