Foreign Reserves:ભારતના વિદેશ હૂંડિયામણ ભંડોળમાં સતત બીજા સપ્તાહ દરમિયાન સુધારો થયો છે. 14 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 9.90 અબજ ડોલર વધી 716.91 અબજ ડોલર થયું છે. ભારતીય રિઝર્વ બેક (RBI)એ શુક્રવારે જાહેર કરવામાં આવેલ માહિતી પ્રમાણે આ અગાઉ 7 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ ભંડોળ 14.14 અબજ ડોલર વધી 707.002 અબજ ડોલર થયું હતું.
ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળ આ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 728.49 અબજ ડોલરના અત્યાર સુધીના સૌથી ઊંચી સપાટી પહોંચ્યું હતું. જોકે, ત્યારબાદ પશ્ચિમ એશિયામાં શરૂ થયેલ સંઘર્ષને લીધે ભંડોળમાં અનેક સપ્તાહ સુધી ઘટાડો નોંધાયો હતો.
આ દરમિયાન રૂપિયા પર દબાણ વધવાને લીધે RBIએ રૂપિયાના મૂલ્યને સાચવવા માટે વિદેશી હૂંડાયમણ બજારમાં દરમિયાનગીરી કરવી પડે છે. આ માટે મધ્યસ્થ બેંકે ડોલરની વેચવાલી કરી હતી. જેથી વિદેશી ભંડોળ પર અસર થાય છે. ફરી એક વખત આ ભંડોળમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
RBIની આંકડાકીય માહિતી પ્રમાણે 14 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી ભંડોળના સૌથી મોટો હિસ્સો માનનાર ફોરેન કરન્સી એસેસ્ટ્સ 7.22 અબજ ડોલર વધી 581.85 અબજ ડોલર થઈ ગઈ છે.
ફોરેન કરન્સી એસેટ્સમાં અમેરિકાના ડોલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને જાપાનના યેન જેવા અન્ય મહત્વના વિદેશી ભંડોળનો સમાવેશ થાય છે. ડોલરની તુલનામાં આ ચલણોની કિંમતમાં થનાર ફેરફારને અસર પણ વિદેશી ચલણ સંપત્તિના મૂલ્ય પર અસર થાય છે.
