Forex Reserves Plunge:દેશના વિદેશી હૂંડિયામણમાં મોટો ઘટાડો; ફોરેક્સ રિઝર્વ 8.58 અબજ ડોલર ઘટી 726 અબજ ડોલર પહોંચ્યું

સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન દેશના સોનાના ભંડારમાં ઘટાડો થયો છે. તેમાં 1.319 અબજ ડોલર ઘટાડો થયો છે. હવે તે 105.049 અબજ ડોલર થઈ ગયું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 16 Oct 2026 09:57 PM (IST)Updated: Fri, 16 Oct 2026 09:57 PM (IST)
indias-forex-reserves-drop-for-second-consecutive-week-to-726-billion-dollar

Forex Reserves Drop:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ શુક્રવારે માહિતી આપી છે કે 9 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ (India's Forex Reserves) 8.578 ડોલર ઘટી ગયું છે. આ ઘટાડો થયા બાદ દેશનું કૂલ વિદેશી હૂંડિયામણ ભંડોળ 726.027 અબજ ડોલર થયું છે. ગયા સપ્તાહે પણ તેમાં 12.952 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તે સમયે દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 734.606 અબજ ડોલર હતું.

સતત બીજા સપ્તાહ ઘટાડો

વિદેશી હૂંડિયાણ ભંડોળમાં આ સતત બીજા સપ્તાહ ઘટાડો થયો છે. 4 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 785.706 અબજ ડોલરની સૌથી ઊંચી સપાટી પર હતું. આ વૃદ્ધિ પ્રવાસ ભારતીયો પાસેથી જમા કરવામાં આવેલ સ્પેશિયલ કન્સેશનલ એક્સચેન્જના ભાગરૂપે થઈ છે. તેના મારફતે બેંકોએ આશરે 133 અબજ ડોલરના રેકોર્ડ રકમથી એકત્રિત કરવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 

ફોરેન કરન્સી એસેટ્સ 7.42 અબજ ડોલર ઘટી

RBI દ્વારા જાહેર આંકડાકીય માહિતી પ્રમાણે 9 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે ફોરેન કરન્સી એસેટ્સ 7.42 અબજ ડોલર ઘટી છે. તે વિદેશી હૂંડિયામણનો અત્યંત મહત્વો ભાગ છે. હવે તે 597.605 અબજ ડોલર પર આવી ગયું છે. ડોલરના સંદર્ભમાં નોન-યુએસ એન્ટીટીઝ ફોરેન કરન્સી એસેટ્સ સાથે દર્શાવેલ છે. જેમાં યુરો, પાઉન્ડ સહિતના ચલણોના મૂલ્યમાં વધારા અથવા ઘટાડાની અસરનો સમાવેશ થાય છે.

સોનાના ભંડાર અને SDRની શું સ્થિતિ છે

સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન દેશના સોનાના ભંડારમાં ઘટાડો થયો છે. તેમાં 1.319 અબજ ડોલર ઘટાડો થયો છે. હવે તે 105.049 અબજ ડોલર થઈ ગયું છે. મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે SDR પણ 109 મિલિયન ડોલર ઘટીને 18.548 અબજ ડોલર થઈ ગયું છે.