Silver China Connection: ચીનથી ચાંદીની આયાત(Silver Import From China) પર ભારતની નિર્ભરતા સતત વધી રહી છે અને હવે તે એક વ્યૂહાત્મક ચિંતા બની રહી છે. તાજેતરના ડેટા પ્રમાણે ભારત તેની કુલ ચાંદીની આયાતના 40% થી વધુ ચીન(India China Imports)થી મેળવે છે.
આ આંકડો વર્ષ 2019માં લગભગ 33 ટકા અને એક દાયકા પહેલા લગભગ 25 ટકા હતો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સમય જતાં ચીન પર નિર્ભરતા સતત વધી રહી છે.
ચાંદીની આયાત વધી-Silver imports increased
કોવિડ મહામારી પછી આ નિર્ભરતા વધુ મજબૂત બની છે. તે ફક્ત કામચલાઉ સપ્લાઈ ચેઈનમાં અવરોધને લીધે નથી, પરંતુ માળખાકીય નિર્ભરતા છે. વર્ષ 2013 અને વર્ષ 2019 ની વચ્ચે ભારતની ચાંદીની આયાતમાં ચીનનો હિસ્સો 34 થી 35 ટકાની વચ્ચે રહ્યો હતો.
જો કે વર્ષ 2020 અને વર્ષ 2021માં આ હિસ્સો 44 ટકાથી ઉપર વધી ગયો. કોરોના દરમિયાન ઘણા દેશોએ તેમની સપ્લાઈ ચેઈન ફરી વ્યવસ્થિત કરવી પડી, જેની ચાંદીના વેપાર પર પણ અસર પડી.
તેમ છતાં ભારત તેના સોર્સિંગમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં નિષ્ફળ ગયું. વર્ષ 2025માં ચીનનો હિસ્સો 42.2% સુધી પહોંચ્યો છે, જે દર્શાવે છે કે ભારત તેના ચાંદી માટે ચીન પર ભારે નિર્ભર છે. આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારતીય અર્થતંત્રમાં ચાંદીની ભૂમિકા ઝડપથી વધી રહી છે.
આ પરિસ્થિતિ ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી. વૈશ્વિક સ્તરે ઘણા દેશો ચીનની ચાંદીની આયાત પર વધુને વધુ નિર્ભર બની રહ્યા છે. વર્ષ 2024માં થાઇલેન્ડે તેની 41 ટકાથી વધુ ચાંદી ચીનથી આયાત કરી હતી, જ્યારે યુનાઇટેડ કિંગડમની નિર્ભરતા લગભગ 36 ટકા હતી. મલેશિયા, સિંગાપોર અને મકાઉ જેવા અન્ય એશિયન દેશોમાં પણ સમાન વલણો જોવા મળ્યા છે. સ્વિટ્ઝર્લૅન્ડ અને તુર્કી જેવા સ્થાપિત વેપાર કેન્દ્રોમાં પણ ચીનની હાજરી સ્પષ્ટ છે. આ સૂચવે છે કે ચાંદીનું બજાર ધીમે ધીમે વધુ વ્યૂહાત્મક બની રહ્યું છે.
ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે- Silver Use In India
ચાંદીની માંગ ફક્ત ઘરેણાં કે રોકાણના હેતુઓ સુધી મર્યાદિત નથી.ઔદ્યોગિક ક્ષેત્રોમાં તેનો ઉપયોગ ઝડપથી વિસ્તર્યો છે. ખાસ કરીને સૌર ઉદ્યોગમાં ચાંદીની ભૂમિકા નિર્ણાયક બની છે.
ફોટોવોલ્ટેઇક સેલ્સમાં ચાંદીનો વપરાશ 2025 સુધીમાં વૈશ્વિક માંગના લગભગ 17 ટકા વધ્યો છે, જે દાયકાની શરૂઆતમાં 10 ટકાથી ઓછો હતો. વધુમાં, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર કુલ માંગના લગભગ ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે.
ભારતની સૌર મહત્વાકાંક્ષા વિદ્યુત ઉપકરણોની સપ્લાય ચેઇન અને અસંખ્ય ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે ચાંદી એક મહત્વપૂર્ણ કાચો માલ બની ગયો છે. વધુમાં ઘરેણાં, સિક્કા અને રોકાણોની માંગ મજબૂત રહે છે, જે વૈશ્વિક વપરાશના આશરે 39% હિસ્સો ધરાવે છે. તેથી, કોઈપણ પુરવઠા વિક્ષેપ અથવા ભાવમાં આંચકો ફક્ત બુલિયન બજારને જ નહીં પરંતુ વ્યાપક ઔદ્યોગિક પ્રવૃત્તિને પણ અસર કરશે.
