Cotton Import Duty: કેન્દ્ર સરકારનો 1લી જુનથી વિદેશમાંથી આયાત થતા કપાસ પર ઈમ્પોર્ટ ડ્યુટી હટાવવાનો નિર્ણય, ખેડૂતોને શું અસર થશે?

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી વિદેશથી આયાત થતા ઉચ્ચ ગુણવત્તાવાળા કપાસ સસ્તા થશે. આયાત ડ્યુટી માફીની જાહેરાત સાથે સરકારે એમ પણ કહ્યું કે સ્થાનિક ખેડૂતોના હિતોને પણ ધ્યાનમાં લેશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 30 May 2026 10:26 PM (IST)Updated: Sat, 30 May 2026 10:39 PM (IST)
india-waives-cotton-import-duty-for-5-months-textile-boost

Cotton Import Duty:કેન્દ્ર સરકારે ટેક્સટાઈલ અને ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ માટે રાહતભરી જાહેરાત કરી છે. સરકારે વિદેશમાંથી મંગાવવામાં આવતા કપાસ પર લાગતા 11 ટકા ઈમ્પોર્ટ ડ્યુટીને હટાવવાનો નિર્ણય કર્યો છે. સરકારનું માનવું છે કે આ પગલાથી ભારતમાં ટેક્સટાઈલ ઉદ્યોગ પર દબાણ ઓછું થશે અને સારી ગુણવત્તાવાળા કપાસ ભારત પહોંચી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી ગારમેન્ટ અને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ તરફથી કપાસ પર લાગતા ઈમ્પોર્ટ ડ્યુટીને હટાવવાની માંગ કરવામાં આવતી હતી.

ડ્યુટી કેટલા સમય માટે હટાવવામાં આવી

કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે આ છૂટ 1 જૂન 2026થી લઈ 31 ઓક્ટોબર 2026 સુધી લાગુ થશે. આ 5 મહિના દરમિયાન કસ્ટમ ડ્યુટી અધિનિયમ, 1975ની પહેલી અનુસૂચી અંતર્ગત આવતા કોટન ડ્યુટી ફ્રી રહેશે. આ સાથ ફાયનાન્સ એક્ટ 2021ની કલમ 124 અંતર્ગત લાગતા કૃષિ સેસ (AIDC)થી પણ સંપૂર્ણપણે છૂટ આપવામાં આવી છે.

સરકારે શું કહ્યું

સરકારે કહ્યું છે કે ભારત વસ્ત્ર ઉદ્યોગમાં કપાસની ઉપલબ્ધતા વધારવા માટે કેન્દ્ર સરકારે 1લી જૂન 2026 30 ઓક્ટોબર 2026 સુધી કપાસની આયાત પર તમામ તમામ એક્સાઈઝ ડ્યુટીથી હંગામી સ્વરૂપમાં છૂટ છ. આ હંગામી ડ્યુટીમાં મળેલી છૂટથી ટેક્સટાઈલ અને ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં ઈનપુટ ખર્ચમાં ઓછી આવવાની આશા છે. જેથી કપડાં તૈયાર કરનાર ઉપરાંત ગ્રાહકોને પણ રાહત મળશે.

ભારતીય ખેડૂતોનું શું?

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી વિદેશથી આયાત થતા ઉચ્ચ ગુણવત્તાવાળા કપાસ સસ્તા થશે. આયાત ડ્યુટી માફીની જાહેરાત સાથે સરકારે એમ પણ કહ્યું કે સ્થાનિક ખેડૂતોના હિતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. એવું કહેવામાં આવ્યું હતું કે કપાસ પર આયાત ડ્યુટીમાં પાંચ મહિનાની મુક્તિ સ્થાનિક કપાસ ઉત્પાદકોના હિતોને નુકસાન પહોંચાડ્યા વિના કાપડ અને ગાર્મેન્ટ ઉદ્યોગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.