India-Russia Bilateral Trade: અમેરિકાની ધમકીનો ડર નહીં! ભારત અને રશિયાની મિત્રતાએ બનાવ્યો નવો રેકોર્ડ, હવે ડોનાલ્ડ ટ્રમ્પ શું કરશે?

રશિયન મીડિયાના તાજેતરના ડેટા પ્રમાણે રશિયાએ ભારતને 65.7 બિલિયન ડોલરના મૂલ્યના માલ અને ઉત્પાદનો વેચાણ કરવામાં આવ્યું છે. તે વર્ષ 2023 કરતા 8.4 ટકા વધુ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 13 Mar 2025 04:31 PM (IST)Updated: Thu, 13 Mar 2025 04:31 PM (IST)
india-russia-trade-hits-record-high-amid-us-sanctions-on-oil-latest-news-in-gujarati

India-Russia Bilateral Trade: અમેરિકા તરફથી વારંવાર ધમકીઓ વચ્ચે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા સતત મજબૂત થઈ રહી છે. ભારત અને રશિયા વચ્ચેનો વેપાર વર્ષ 2024 સુધીમાં 70.6 બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. આ એક રેકોર્ડ છે. યુક્રેન યુદ્ધ પછી પણ આ વેપારમાં 9 ટકાનો વધારો થયો છે.

રશિયન મીડિયાના તાજેતરના ડેટા પ્રમાણે રશિયાએ ભારતને 65.7 બિલિયન ડોલરના મૂલ્યના માલ અને ઉત્પાદનો વેચાણ કરવામાં આવ્યું છે. તે વર્ષ 2023 કરતા 8.4 ટકા વધુ છે. એવી જ રીતે ભારતે રશિયાને 4.9 બિલિયન ડોલર મૂલ્યના માલની નિકાસ કરી છે. આ વર્ષ 2023 કરતા 21 ટકા વધુ છે.

ભારત રશિયા પર વેપાર ખાધ ઘટાડવા માટે સતત દબાણ કરી રહ્યું છે. ભારત અને રશિયા વચ્ચેનો આ વેપાર એવા સમયે વધ્યો છે જ્યારે અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ યુક્રેન યુદ્ધને લઈને અનેક કડક પ્રતિબંધો લાદ્યા છે.

યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી અમેરિકાએ ભારતને રશિયા પાસેથી માલની આયાત બંધ કરવા માટે ઘણી વખત ચેતવણી આપી છે. ભારતે રશિયા પાસેથી ખૂબ મોટા પાયે ઓઈલ ખરીદ્યું છે, જેનાથી અમેરિકા નારાજ છે. રશિયા હવે ભારતનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર બની ગયો છે. ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર અમેરિકા છે. ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર 125.2 બિલિયન ડોલરનો હતો. ત્યારબાદ ચીન ત્રીજા સ્થાને છે. વર્ષ 2024માં ભારત અને ચીન વચ્ચેનો વેપાર124.5 અબજ ડોલરનો હતો.