Amazon In Gujarat:એમેઝોન બઝારે ગુજરાતમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે, જ્યાં રાજ્યમાં ઓર્ડર્સમાં ગત વર્ષની સરખામણીએ 3 ગણી વૃદ્ધિ થઈ છે. 500થી ઓછી કિંમત ધરાવતી પ્રોડક્ટ, ફ્રી ડિલિવરી અને કેશબેક ઑફર્સ સાથે એમેઝોન બઝાર સમગ્ર રાજ્ય અને તેનાથી આગળ પણ વાજબી કિંમતે ખરીદીને લઈ વિસ્તરણ કર્યું છે.
એમેઝોન બઝારે તેના પ્રોડક્ટ્સના સિલેક્શનને ઝડપથી વિસ્તારીને 3 કરોડથી વધુ પ્રોડક્ટ્સ સુધી પહોંચાડ્યું છે, જેમાં 80%થી વધુ પ્રોડક્ટ્સની કિંમત રૂપિયા 300થી ઓછી છે. રાષ્ટ્રીય સ્તરે વર્ષ 2024માં બઝારના લોન્ચ બાદથી ટિયર 2 અને ટિયર 3 શહેરોના ખરીદદારોની સંખ્યામાં 8X વૃદ્ધિ જોવા મળી છે અને હાલમાં બઝારના કુલ ઓર્ડરમાંથી 65%થી વધુ ઓર્ડર આ શહેરોમાંથી આવે છે.
એમેઝોન ઇન્ડિયાના એમેઝોન બઝારના હેડ સમીર લાલવાણીએ જણાવ્યું હતું કે એમેઝોન બઝારની શરૂઆતથી જ અમારું ધ્યાન એવા સિલેક્શનનું નિર્માણ કરવા પર રહ્યું છે જે મૂલ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકોની વાસ્તવિક જરૂરિયાતોને પૂરી કરે છે. અમે ગ્રાહકો શું ઇચ્છે છે તે ધ્યાનપૂર્વક સાંભળીએ છીએ અને તે અનુસાર વિવિધ પ્રોડક્ટ કેટેગરીઝમાં યોગ્ય પ્રોડક્ટ્સ ઉમેરીએ છીએ.
ગુજરાતમાં આ અભિગમે મજબૂત પરિણામો આપ્યાં છે, જ્યાં સુરત, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોના ગ્રાહકો ફેશન અને હોમ ડેકોરથી લઈને કિચન ટૂલ્સ અને ઇલેક્ટ્રોનિક એક્સેસરીઝ સુધીની રોજિંદી જરૂરિયાતો માટે વધુને વધુ બઝાર તરફ વળી રહ્યા છે. જ્યારે યોગ્ય કિંમતે યોગ્ય પ્રોડક્ટ્સ મળે છે, ત્યારે ગ્રાહકો સ્વાભાવિક રીતે પ્રતિસાદ આપે છે. અમે ગુજરાતના વધુ સ્થાનિક વિક્રેતાઓને તેમની પ્રોડક્ટ્સ ઓનલાઈન લાવવા અને બઝાર મારફતે દેશભરના ગ્રાહકો સુધી પહોંચવામાં સક્ષમ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
ગુજરાતમાં ગ્રાહકો વિવિધ કેટેગરીઝમાં પ્રોડક્ટ્સનો લાભ લઈ રહ્યા છે. શહેરમાં હોમ એન્ડ કિચન કેટેગરીમાં 4X YoY વૃદ્ધિ નોંધાઈ છે, જેમાં વેજિટેબલ ચોપર્સ, કિચન એસેસરીઝ અને હોમ ડેકોરની વસ્તુઓની સૌથી વધુ માંગ જોવા મળી છે. વુમન્સ ફેશનમાં 3X YoY વૃદ્ધિ થઈ છે, જેમાં સાડીઓ, કુર્તીઓ, જીન્સ અને ટોપ્સની માંગ આગળ રહી છે, જ્યારે ઇલેક્ટ્રોનિક્સમાં 4X YoY વૃદ્ધિ નોંધાઈ છે, જે મુખ્યત્વે ફોન કવર, હેડફોન અને સેલ્ફી સ્ટિક્સ દ્વારા સંચાલિત છે.
