Vishal Fabrics: અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (Ind-Ra)એ વિશાલ ફેબ્રિક્સ લિમિટેડ(VFL)ની બેંક સુવિધાઓ પર આઉટલૂક સુધારીને નેગેટિવ (નકારાત્મક)માંથી સ્ટેબ્લ (સ્થિર) કર્યું છે. રેટિંગ એજન્સીએ ‘IND A-’ પર રેટિંગની પણ પુષ્ટિ કરી છે.
રેટિંગમાં આ સુધારા પર ટિપ્પણી કરીને વિશાલ ફેબ્રિક્સ લિમિટેડના CFO ધર્મેશ દત્તાણીએ કહ્યું હતું કે કંપનીએ છેલ્લા થોડા ત્રિમાસિક ગાળાઓ દરમિયાન ઘણી સારી કામગીરી કરી છે, જે કંપનીનાં ઋણમાં ઘટાડા તરફ અને નેટવર્થમાં સંપૂર્ણ વધારા તરફ દોરી ગઈ છે. આ બંને પરિબળો વિશાલ ફેબ્રિક્સની કુલ ક્ષમતા અને આગળ જતાં એની કામગીરીની સંભવિતતા કે આઉટલૂકનો પુરાવો પણ છે.
વિશાલ ફેબ્રિક્સ લિમિટેડ એક અગ્રણી ડેનિમ ફેબ્રિક ઉત્પાદક છે અને ચિરિપાલ ગ્રૂપની કંપની છે. આ કંપની દર વર્ષે 90 મિલિયન મીટરથી વધારે ફેબ્રિકનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે તથા તેની સંકલિત મૂલ્ય સાંકળષ અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને પર્યાવરણલક્ષી કામગીરી અને ગુણવત્તા પ્રત્યે કટિબદ્ધતા માટે જાણીતી છે.
કંપની વૃદ્ધિ કરવા કટિબદ્ધ છે અને આગામી ત્રિમાસિક ગાળાઓમાં લેટિન અમેરિકા, યુરોપ, આફ્રિકાના દેશો અને બાંગ્લાદેશમાં તેની કામગીરી વધારવા ધ્યાન કેન્દ્રિત કરશે.
કંપનીએ તાજેતરમાં નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પોતાની નાણાકીય કામગીરીમાં મહત્વપૂર્ણ સુધારો દર્શાવ્યો હતો, જે કાર્યકારી ઉત્કૃષ્ટતા અને વ્યૂહાત્મક વૃદ્ધિ પ્રત્યે એની કટિબદ્ધતા પર ભાર મૂકે છે. પર્યાવરણલક્ષી કાર્યદક્ષતા અને ગુણવત્તા પર કેન્દ્રિત પરિબળો વેચાણ અને નફામાં વધારો કરવા માટે ચાવીરૂપ પરિબળો હતાં.