ગેમિંગમાં GTA-VI દ્વારા ફક્ત 24 કલાકમાં જ રૂપિયા 35 હજાર કરોડથી વધુ કમાણી કરી, અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા

Grand Theft Auto VI: ગ્રાન્ડ થેફ્ટ ઓટો VIને લઈ મહત્વની માહિતી સામે આવી છે. આ ગેમ મારફતે ગેમ ડેવલપર રોકસ્ટાર ગેમ્સ દ્વારા પ્રથમ જ દિવસ એટલે કે ફક્ત 24 કલાકમાં જ રૂપિયા 35114 કરોડની તાબડતોબ કમાણી કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 21 Nov 2026 11:22 AM (IST)Updated: Sat, 21 Nov 2026 11:22 AM (IST)
in-the-gaming-world-gta-vi-generated-over-rs-35000-crore-in-just-24-hours

Grand Theft Auto VI: ગ્રાન્ડ થેફ્ટ ઓટો VIને લઈ મહત્વની માહિતી સામે આવી છે. આ ગેમ મારફતે ગેમ ડેવલપર રોકસ્ટાર ગેમ્સ દ્વારા પ્રથમ જ દિવસ એટલે કે ફક્ત 24 કલાકમાં જ રૂપિયા 35114 કરોડની તાબડતોબ કમાણી કરી છે. ડોલરની દ્રષ્ટિએ કમાણીનો આંકડો 3.79 બિલિયન ડોલર થાય છે. કોઈ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્ટ દ્વારા આટલા ઓછા સમયમાં લોંચ સમયે જ કરવામાં આવેલી આ સૌથી વધારે કમાણી છે. આ ગેમ ડેવલપ કરનારી કંપની રોકસ્ટારે માહિતી આપી હતી કે લોંચ કરવામાં આવી તે અગાઉ જ તેણે 32.5 મિલિયન યુનિટ્સનું વેચાણ કરી દીધુ હતું અને તે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ્સ પર સૌથી વધારે સેલ્સ છે.

13 વર્ષ બાદ સામે આવેલી આ બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈઝી

આ અંગે રોકસ્ટારના ફાઉન્ડર અને એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર સામ હાઉસરે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ગેમ્સને લઈ અમને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે અને આ ક્ષણ તમારી સાથે શેર કરતાં ખૂબ જ ખુશ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે 13 વર્ષ બાદ સામે આવેલી આ બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈઝીની વિશ્વભરમાં ખૂબ જ માંગ રહી છે. ગુરુવારે કે જ્યારે તે લોંચ કરવામાં આવી ત્યારે તેનું વેચાણ કંપનીની ધારણા કરતાં વધારે શાનદાર રહ્યું છે.

ગ્રાન્ડ થેફ્ટ ઓટો V વર્ષ 2013માં રિલીઝ કરવામાં આવી હતી

આ અગાઉ ગ્રાન્ડ થેફ્ટ ઓટો V વર્ષ 2013માં રિલીઝ કરવામાં આવી હતી અને તેની પણ શરૂઆત ખૂબ જ શાનદાર રહી છે, રોકસ્ટારે તે સમયે 24 કલાકમાં આશરે 800 મિલિયન ડોલરની કમાણી કરી હતી અને ફક્ત ત્રણ દિવસમાં એક બિલિયન ડોલર રિટેલ સેલ્સ નોંધાવ્યું હતું.

આ સાથે ત્યારબાદ GTA V આગળ જતા સૌથી વધારે વેચાણ ધરાવતી વીડિયો ગેમ્સ પૈકી એક બની ગઈ હતી. વિશ્વભરમાં 470 મિલિયનથી વધારે યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જેમાંથી 230 મિલિયનથી વધારે યુનિટ GTA V અંગે હતા.