GTA 6 Release Date: GTA ગેમ લવર્સ માટે સારા સમાચાર, રોકસ્ટાર ગેમ્સ આ અઠવાડિયે 'ગ્રાન્ડ થેફ્ટ ઓટો 6'ની જાહેરાત કરી શકે છે, ડિસેમ્બરમાં રિલીઝ થઈ શકે છે ટ્રેલર

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 08 Nov 2023 05:05 PM (IST)Updated: Wed, 08 Nov 2023 05:07 PM (IST)
rockstar-is-reportedly-planning-on-officially-announcing-grand-theft-auto-6-soon-check-release-date

GTA 6 Release Date: GTAનું નામ સાંભળતા જ લોકોને બાળપણની યાદ તાજી થઈ જાય છે. ત્યારે હવે GTA ગેમ લવર્સ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી મળી રહી છે કે, ગ્રાન્ડ થેફ્ટ ઓટો 5 (GTA 5) લોન્ચ થયાના 10 વર્ષ બાદ કંપની વર્ષના અંત સુધીમાં ટ્રેલર સાથે GTA 6 ગેમની જાહેરાત કરી શકે છે.

બ્લૂમબર્ગના જેસન શ્રેયરના રિપોર્ટ પ્રમાણે, રોકસ્ટાર આ અઠવાડિયે જ 'GTA 6'ની જાહેરાત કરવાની યોજના બનાવી રહ્યું છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, GTA 6 ટ્રેલર આવતા મહિને કંપનીની 25મી વર્ષગાંઠ પર રિલીઝ કરવામાં આવી શકે છે. આ ગેમ આવતા વર્ષે શરૂ થઈ શકે છે.

naidunia_image

ટ્રેલરમાં લોકેશન, થીમ સહિત ગેમપ્લેની ઝલક જોવા મળી શકે છે. ગેમમાં મેલ અને ફિમેલ ડ્યૂલ કેરેક્ટર જોવા મળી શકે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.