ITR Deadline:જો તમે હજુ સુધી તમારું ઈનકમ ટેક્સ રિટર્ન(ITR) દાખલ કરેલ નથી તો 31 ઓગસ્ટનો આજનો દિવસ તમારા માટે અત્યંત મહત્વનો દિવસ છે. આ તારીખ બાદ રિટર્ન ફાઈલ કરવાની એક નાની એવી ભૂલ પણ તમારા ખિસ્સા પર મોટો બોજ સર્જી શકે છે. નિયમ એટલે સડક છે કે 31 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યા બાદ 1 દિવસના વિલંબ પણ તમને 1 પૂરા મહિનાના વધારાના વ્યાજની ચુકવણી કરવા મજબૂર કરશે.
ITR ડેડલાઈન કોના માટે છે
મોટાભાગના પગારદાર કર્મચારીઓ માટે ITR ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ હતી. જોકે બજેટ 2026ને લગતા સુધારા બાદ કેટલીક ખાસ કેટેગરી માટે ઓરિજિનલ ડેડલાઈન 31 ઓગસ્ટ 2026(ITR Deadline) નક્કી કરવામાં આવી છે.
- એવા કરદાતા કે જેમના બિઝનેસ અથવા પ્રોફેશન(Doctor, Engineer etc)થી છે અને તેમણે પોતાના ખાતાના ટેક્સ ઓડિટ કરાવવાની જરૂર નથી.
- એવી ફર્મના પાર્ટનર્સ કે જેનું ઓડિટ નથી થયું
- જો તમે આ કેટેગરીમાં આવો છો અને 31 ઓગસ્ટ સુધી ITR ફાઈલ કરેલ નથી તો તમારું રિટર્ન બિલેટેડ રિટર્ન(Belated Return) માનવામાં આવશે અને તમારી ઉપર ભારે દંડ થઈ શકે છે.
કેટલો આપવો પડશે દંડ
જો તમે 31 ઓગસ્ટ સુધી તમારું રિટર્ન ફાઈલ નથી કર્યું તો તમારી ઉપર 3 પ્રકારનો આર્થિક બોજ પડી શકે છેઃ
- લેટ ફી: ડેડલાઈન ચુકી ગયા બાદ ફાઈલ કરવા પર ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 234F અંતર્ગત તમારી આવક રૂપિયા 5 લાખથી ઓછી છે તો રૂપિયા 1000 દંડ લાગે છે અને જો તમારી આવક રૂપિયા 5 લાખથી વધારે છે તો રૂપિયા 5000 દંડ લાગે છે.
- આ સાથે જ જો તમારા કોઈ ટેક્સ કે વેરો બાદી છે તો કલમ 234F અંતર્ગત દર મહિને 1 ટકા વ્યાજ લાગે છે.
- ઉદાહરણથી સમજો કે તમારી ડેડલાઈન 31 જુલાઈ હતી. અને તમે 31 ઓગસ્ટના રોજ બિલેટેડ રિટર્ન ભરો છો. તો તમારે 1 મહિનાનું વ્યાજ 1 ટકા આપવું પડશે. જો તમે 1 સપ્ટેમ્બરના રોજ રિટર્ન ફાઈલ કરો છો તો વિલંબ ફક્ત 1 દિવસ હશે, પણ વ્યાજ પૂરા 2 મહિના એટલે કે 2 ટકા વસૂલ થશે.
કયું ફોર્મ પસંદ કરવું?
યોગ્ય ફોર્મની પસંદગી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે એવું માની લેવું અયોગ્ય છે કે નોકરીયાતવર્ગ લોકો અને ફ્રીલાન્સરોની ડેડલાઈન હંમેશા એક જેવી છે.
1.આ ફોર્મ તે ટેક્સદાતા ભરી શકે છે કે જેમના બિઝનેસ અથવા પ્રોફેશનમાં આવક હોય. નાના કારોબાર-પ્રોફેશનલ કે જે પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમનો લાભ લઈ રહ્યા છે.
2.પ્રોપર અકાઉન્ટ બુક્સ (પ્રોફિટ-લોસ, બેલેન્સ શીટ વગેરે) મેન્ટેઈનન્સ કરવું જરૂરી છે. વિસ્તૃત બુક્સ રાખવાની કોઈ જરૂર નથી.
3.આ ફોર્મ પર પ્રિઝમ્પ્ટિવ નિયમ લાગુ નથી થતા. કલમ 44AD, 44ADA, અને 44AE અંતર્ગત પ્રિજમ્પિટવ આવક જાહેર કરવામાં આવે છે.
