Driving Licence Correction: ઘરે બેઠા ડ્રાઈવિંગ લાઈસન્સમાં સુધારો કરો, 200 રુપિયામાં બદલો જન્મતારીખ, જાણો સ્ટેપ બાય સ્ટેપ

જો તમે તમારા ડ્રાઈવિંગ લાઈસન્સમાં સુધારો કરવા માંગો છો તો તમારે હવે આરટીઓ કચેરી ખાતે જવાની જરુર નથી. તમે ઘરે બેઠા જ માત્ર 200 રુપિયામાં જન્મ તારીખમાં સુધારો કરી શકો છો.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 03 Apr 2025 01:24 PM (IST)Updated: Thu 03 Apr 2025 01:24 PM (IST)
how-to-change-date-of-birth-dob-in-driving-license-online-at-home-502822

Driving Licence Date Of Birth Change Online: પહેલા ડ્રાઈવિંગ લાઈસન્સના સુધારા માટે આપણે આરટીઓ કચેરી જવું પડતું હતું. પરંતુ ફેસલેસ સુવિધાને કારણે હવે તમારે આરટીઓ કચેરી ધક્કો ખાવાની જરુર નથી. તમે ઓનલાઈન 200 રુપિયા ભરીને તમારા ડ્રાઈવિંગ લાઈસન્સમાં જન્મતારીખ સુધારી શકો છો. અને સુધારેલું નવું ડ્રાઈવિંગ લાઈસન્સ તમારા ઘરે પણ આવી જશે.

ડ્રાઈવિંગ લાઈસન્સમાં સુધારો કરવાની પ્રક્રિયા

  • જન્મ તારીખ બદલવા માટે તમારે સૌથી પહેલા પરિવહન સેવા વેબસાઈટ પર જવાનું રહેશે.
  • જેમાં તમારે રાજ્યની પસંદગી કરવાની રહેશે.
  • જેમાં એક લાઈસન્સ સર્વિસ કરીને વિકલ્પ આવશે.
  • અહીં તમારે ડ્રાઈવિંગ લાઈસન્સ નંબર, જન્મ તારીખ અને કેપ્ચા નાખો.
  • ફેસલેસ સર્વિસ માટે આધાર નંબર દાખલ કરો.
  • અહીં ચેન્જ ઓફ ડેટ ઓફ બર્થ ઇન ડ્રાઇવિંગ લાઇસન્સ પસંદ કરો.
  • જન્મતારીખના યોગ્ય દસ્તાવેજો અપલોડ કરો.
  • ફોટો અને સહી અપલોડ કરો.
  • ત્યારબાદ તમારે 200 રુપિયા ચાર્જ ભરવો પડશે.
  • તમારી અરજી સબમિટ થઈ જશે.
  • તેની પ્રિન્ટ કાઢી લો.

જન્મતારીખ બદલવા માટે કયા દસ્તાવેજો જોઈએ

દસ્તાવેજ અપલોડ કરવા માટે તમે પાસપોર્ટ, સ્કૂલ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ કરી શકો છો.