HDFC Bank News: HDFC બેંકે 10,000થી વધુ આકર્ષક ઑફર્સ સાથે ફેસ્ટિવ ટ્રીટ્સ 2026 કેમ્પેઇન લૉન્ચ કર્યું

‘ફેસ્ટિવ ટ્રીટ્સ’ની ઑફર્સ એપેરલ, ઇલેક્ટ્રોનિક્સ, ટ્રાવેલ, હૉમ ડેકોર અને જ્વેલરી સહિતની વિવિધ કેટેગરીઝમાં લાગુ પડશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 12 Oct 2026 08:46 PM (IST)Updated: Mon, 12 Oct 2026 08:46 PM (IST)
hdfc-bank-has-launched-the-festive-treats-2026-campaign-with-over-10000-attractive-offers

HDFC Bank News: ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC બેંકે આજે તેના વાર્ષિક ‘ફેસ્ટિવ ટ્રીટ્સ 2026’ કેમ્પેઇનના લૉન્ચની જાહેરાત કરી છે અને આ સાથે જ સમગ્ર દેશમાં તહેવારોની સીઝનનો પ્રારંભ થયો છે. સમગ્ર દેશમાં યોજાતું આ વાર્ષિક ઉત્સવલક્ષી કેમ્પેઇન લૉન, કાર્ડ્સ, બચત અને ચાલુ ખાતાઓ તેમજ કાર્ડ્સ પર ઇઝીઇએમઆઈ માટે 10,000થી વધુ ઑફર્સ લઈને આવ્યું છે, જેનાથી ગ્રાહકો માટે તહેવારોની ખરીદી વધુ પરવડે તેવી અને લાભદાયી બની રહેશે.

HDFC બેંકના ચીફ માર્કેટિંગ ઑફિસર અને ગ્રૂપ હેડ (બ્રાન્ડ, રીટેઇલ માર્કેટિંગ અને કસ્ટમર એનાલિટિક્સ) રવિ સન્થાનમે જણાવ્યું હતું કે ભારતભરના લાખો પરિવારો માટે તહેવારોની સીઝન આનંદ, સંગાથ અને નવી શરૂઆતનો અવસર છે. અગ્રણી બ્રાન્ડ્સની આકર્ષક ડિસ્કાઉન્ટ ઑફર્સને ઇઝીઇએમઆઈ અને એક્સપ્રેસ લૉન જેવી સરળતાથી ઉપલબ્ધ થતી ધિરાણ સુવિધાઓ સાથે જોડીને અમે અમારા તમામ પાત્ર ગ્રાહકો માટે ધિરાણ સુવિધાઓને વધુ સુલભ બનાવી રહ્યા છીએ.

સમગ્ર દેશમાં તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવતું અમારું આ કેમ્પેઇન દરેક પ્રદેશના ગ્રાહકોને તેમની જરૂરિયાતોને અનુરૂપ ઑફર્સ પૂરી પાડે છે, જેથી તેઓ સમજદારીપૂર્વક ખર્ચ કરી શકે અને ધામધૂમથી તહેવારોની ઉજવણી કરી શકે. અમે અમારા તમામ ગ્રાહકોને તહેવારોની સીઝનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને એચડીએફસી બેંક મારફતે ખરીદી કરીને મહત્તમ બચતનો લાભ લેવા આમંત્રિત કરીએ છીએ.

આ વર્ષે HDFC Bankના ‘ફેસ્ટિવ ટ્રીટ્સ’ કેમ્પેઇનની થીમ ટ્રીટ વિથ ઑલ યોર હાર્ટ રાખવામાં આવી છે, જે પોતાના પ્રિયજનોને ભેટ આપવાના આનંદને અનેકગણો વધારે છે. આ થીમ તહેવારોની ખરીદી અને શૉપિંગને પ્રેમ, કાળજી અને સંગાથની હૃદયસ્પર્શી અભિવ્યક્તિમાં પરિવર્તિત કરે છે. બેંકે એક્સપ્રેસ પર્સનલ લૉન, એક્સપ્રેસ કાર લૉન અને અન્ય વાહન લૉન, હૉમ લૉન, ગોલ્ડ લૉન, સ્પેશિયલ સેવિંગ્સ એકાઉન્ટ્સ તેમજ બિઝનેસ બેંકિંગને લગતી તમામ જરૂરિયાતો માટે સંપૂર્ણ ઉકેલો પૂરાં પાડતા માયબિઝનેસ જેવા વિવિધ પ્રોડક્ટ્સ પર અનેક આકર્ષક ઑફર્સ રજૂ કરી છે. HDFC બેંકના ક્રેડિટ કાર્ડ્સ અને ડેબિટ/ક્રેડિટ કાર્ડ્સ પર ઇઝીઇએમઆઈ દ્વારા તહેવારોની ખરીદી કરવા પર ગ્રાહકોને રૂપિયા 70,000 સુધીની બચત કરવાની તક મળશે.

‘ફેસ્ટિવ ટ્રીટ્સ’ની ઑફર્સ એપેરલ, ઇલેક્ટ્રોનિક્સ, ટ્રાવેલ, હૉમ ડેકોર અને જ્વેલરી સહિતની વિવિધ કેટેગરીઝમાં લાગુ પડશે. બેંકે એલજી ઇલેક્ટ્રોનિક્સ, ગૂગલ પિક્સલ, સેમસંગ, વનપ્લસ, વિજય સેલ્સ, ક્રોમા, રિલાયન્સ ડિજિટલ, મેકમાયટ્રિપ, મિન્ત્રા, રિલાયન્સ સેન્ટ્રો, વર્લ્ડ ઑફ ટાઇટન, રોયલઓક, હોન્ડા, જીઆરટી જ્વેલર્સ અને જૉયઆલુક્કાસ જેવી અગ્રણી બ્રાન્ડ્સ સાથે સહભાગીદારી કરી છે.

આ વર્ષનું કેમ્પેઇન દેશના વિવિધ ભાગોમાં તહેવારોની ઉજવણીને અનુરૂપ તબક્કાવાર શરૂ કરવામાં આવી રહ્યું છે, જેનું સમાપન દિવાળીના તહેવાર સાથે થશે. આ અભિગમથી દેશનાં વિવિધ રાજ્યોના ગ્રાહકોને યોગ્ય સમયે તેમની જરૂરિયાતોને અનુરૂપ ઑફર્સનો લાભ મળી શકશે.