HDFC Bank New CEO:HDFC બેંકમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યો છે. બેંકના નવા MD અને CEO મળવા જઈ રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ અનૂપ બાગચીને HDFC Bankના નવા MD અને CEO બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. તેઓ શશિધર જગદીશનનું સ્થાન લેશે અને 27 ઓક્ટોબર 2026થી બેંકનું સુકાન સંભાળશે.
HDFC બેંકે 1લી ઓક્ટોબરના રોજ શેરબજારને આ અંગે માહિતી આપી હતી.બેંકે જણાવ્યું હતું કે અનૂપ બાગચીને ત્રણ વર્ષ માટે MD અને CEO બનાવવામાં આવશે. તેમનો કાર્યકાળ 27 ઓક્ટોબર 2026થી શરૂ થશે અને 26 ઓક્ટોબર 2029 સુધી રહેશે. જોકે, તેમની આ નિમણૂંક અંગે બેંકના શેરધારકોની મંજૂરી મેળવવી પડશે.HDFC Bankના વર્તમાન MD અને CEO શશિધર જગદીશનનો કાર્યકાળ 26 ઓક્ટોબર 2026ના રોજ પૂરો થશે. ત્યારબાદ 27 ઓક્ટોબરથી અનૂપ બાગચી તેમનું સ્થાન લેશે.
આ અગાઉ અનૂપ બાગચી 2 ઓક્ટોબરથી બેંકના એડિશનલ ડિરેક્ટર પણ બનાવવામાં આવશે. બેંકથી બોર્ડે 1 ઓક્ટોબરના રોજ યોજાયેલી બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
કોણ છે અનૂપ બાગચી?
અનૂપ બાગચી બેન્કિંગ અને ફાયનાન્સની દુનિયાનું ખૂબ જ જાણીતુ નામ છે. તેમણે આ સેક્ટરમાં 30 વર્ષથી વધુ અનુભવ છે. તેઓ વર્ષ 1992થી ICICI ગ્રુપ સાથે સંકળાયેલ છે અને બેન્કિંગથી લઈ શેરબજાર, રોકાણ તથા વિમા કારોબાર સુધીમાં કામકાજ કરી ચુક્યા છે.
તેઓ ICICI સિક્યોરિટીઝના MD અને CEO પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત વર્ષ 2017થી વર્ષ 2023 સુધી તેઓ ICICI બેંકમાં મોટા પર રહ્યા છે. આ દરમિયાન તેમણે રિટેલ બેન્કિંગ, બિઝનેસ બેન્કિંગ, ગ્રામીણ બેન્કિંગ અને હોલસેલ બેન્કિંગ જેવા કારોબારન જવાબદારી સંભાળી.
