HDFC Bank Update: મેનેજમેન્ટને લઈ ભારે અફરા-તફરીની સ્થિતિનો સામનો કરી રહેલા પ્રાઈવેટ સેક્ટરની HDFC Bank તરફથી તેના ચોથા ત્રિમાસિક ગાળાને લઈ બિઝનેસ અપડેટ જાહેર કર્યું છે. બેંકે માર્ચ ત્રિમાસિક ગાળા માટે તેના બિઝનેસ અપડેટમાં કહ્યું છે કે બેલેન્સ શીટમાં મજબૂતી જોવા મળી રહી છે, જોકે જમા રકમમાં નજીવા પ્રમાણમાં ઘટાડો થયો છે.
હવે સોમવારે જયારે શેરબજાર ખુલશે ત્યારે HDFC Bankના પરિણામો પર રોકાણકારોની નજર રહેશે.
કંપનીના શેર પર રહેશે નજર
HDFC Bankના શેરોની વાત કરવામાં આવે તો કંપનીનો શેર રૂપિયા 750 આસપાસ કામકાજ કરી રહ્યો છે. ગુરુવારે તેણે ઈન્ટ્રા-ડે લો રૂપિયા 726.75 સપાટી બનાવી હતી, જે છેલ્લા 52 સપ્તાહની સૌથી નીચી સપાટી હતી. HDFC Bank છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટી રૂપિયા 1,020.35 નોંધાવેલી છે. બેન્કના શેરોએ ટેકનિકલ રીતે જોવામાં આવે તો રૂપિયા 740-750 કિંમત મહત્વનો સપોર્ટ છે. જો આ લેવલ તૂટે છે તો બેન્કના શેર માટે રૂપિયા 680 સુધી તૂટવાનું જોખમ રહેલુ છે. અને ઉપર તરફ રૂપિયા 800-820 રેન્જમાં રેજિસ્ટન્સ જોવા મળી શકે છે.
બેંક અંગે ફાયનાન્શિયલ અપડેટ
ફાયનાન્શિયલ અપડેટની વાત કરવામાં આવે તો માર્ચ 2026 ત્રિમાસિક ગાળામાં બેન્કની સરેરાશ એડવાન્સ રૂપિયા 29,644 કરોડ રહી છે, જે અગાઉના વર્ષમાં નોંધાવેલ રૂપિયા 26,955 કરોડની તુલનામાં આશરે 10 ટકા વધારે છે. કૂલ એડવાન્સમાં 12 ટકા તેજી સાથે રૂપિયા 29,600 કરોડ રહી છે.
સરેરાશ ડિપોઝીટ પણ 12 ટકા વધી છે અને રૂપિયા 28,511 કરોડ રહી છે. CASA ડિપોઝીટ પણ વધીને રૂપિયા 9,184 કરોડ રહી છે, જે 10.8 ટકા ગ્રોથ નોંધાવી છે.
બેંકે 18 માર્ચ 2026ન રોજ HDFC Bankના પાર્ટ-ટાઈમ ચેરમેન અતનુ ચક્રવર્તીએ ઓચિંતા જ રાજીનામુ આપી દેતા ભારે ઉથલ-પાથલ સર્જાઈ હતી. એથિકલ અને વેલ્યુ આધારિત કારણોને ટાંકીને આ પદ છોડવામાં આવ્યું હતું. રાજીનામુ આપ્યા બાદ તેમણે એક ઈન્ટરવ્યુમાં AT-1 બોન્ડ્સના સંબંધિત મિસ-સેલિંગને લઈ પ્રશ્ન ઉઠાવ્યા હતા.
