Car Driving Tips: શું તમે નવી કાર ખરીદી છે! ડ્રાઈવિંગ કરતી વખતે શું કરવું-શું ન કરવું તે અંગે રાખો આ વિશેષ કાળજી

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 03 Jul 2024 07:16 PM (IST)Updated: Wed, 03 Jul 2024 07:16 PM (IST)
have-you-bought-a-new-car-keep-these-things-in-mind-while-driving-know-what-to-do-and-what-not-to-do

Car Driving Tips: જો તમે નવી કાર ખરીદી છે તો તમારે તેની ડ્રાઈવિંગ (Driving) અને મેન્ટેનન્સ (Maintenance)ને લઈ ખાસ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ. તેનાથી તમારી કાર સાથે સફર શાનદાર રહેશે. કંપનીએ ગાડી (Car)ને લઈ કેટલાક સૂચનો રજૂ કરેલ છે, જેને સૌ કોઈએ વિશેષ કાળજી રાખવી જોઈએ.

આ વાતની રાખો વિશેષ કાળજી

  • હંમેશા કારને ફર્સ્ટ ગિયરમાં જ સ્ટાર્ટ કરવી.
  • બાકી ગિયરથી સ્ટાર્ટ કરતી વખતે AC અને અન્ય એક્સેસરીઝને બંધ કરો.
  • એન્જીનને યોગ્ય લેવલ સુધી ટ્યૂન કરો, ખાસ કરીને એન્ટી-સ્ટોલ સેટિંગ માટે.
  • એન્જીન અને ફ્યુઅલ સિસ્ટમને યોગ્ય લેવલે જાળવી રાખો
  • કારના ટાયરમાં યોગ્ય લેવલ પર પ્રેશર જાળવી રાખો.
  • ગિયર બદલતા પહેલા ક્લચ પેડરને યોગ્ય રીતે દબાવો
  • ઝાટકા વગર સ્મૂથલી ગાડી સ્ટાર્ટ કરવા માટે ક્લચ પેડલને એક્સીલેટર પેડલને દબાવવા સાથે જ છોડો.
  • યોગ્ય સ્પીડ આવ્યા બાદ જ ગિયર બદલવા અને ઓછી સ્પીડમાં જલ્દીથી ટોપ ગિયરમાં શિફ્ટ કરી એન્જીનને ખેંચશો નહીં.

આ ભૂલ બિલકુલ ન કરો

  • ક્લચને અડધી છોડીને ડ્રાઈવ ન કરો. તેને બદલે ઢાળની સ્થિતિમાં પાર્કિંગ બ્રેકનો ઉપયોગ કરવો વધારે યોગ્ય રહેશે.
  • વિન્ડ શીલ્ડને સાફ કરવા ક્યારેય ડિટર્જન્ટ અથવા કોઈ સોલ્વેન્ટનો ઉપયોગ કરશો નહીં.
  • એર ક્લિનર એલિમેન્ટને સાફ કરતી વખતે હાઈ એર પ્રેશરનો ઉપયોગ ન કરો કારણ કે તેનાથી ફિલ્ટર પંચર થઈ શકે છે.
  • કૂલેન્ટ બોટલના ઢાંકણાને ઉતાવળમાં દૂર કરશો નહીં. કૂલેન્ટ દબાણમાં હોઈ શકે છે, સ્પ્રે થઈ શકે છે અને ઈજાનું કારણ પણ બની શકે છે.
  • પેટ્રોલ કારની ફ્યુઅલ કેપને ડીઝલ વાહનના ફ્યુલ કેપથી ક્યારેય બદલશો નહીં.
  • એન્જીનના સ્વિચ ઓફ સ્થિતિમાં ક્યારેય કારને ચલાવશો નહીં અને સ્વિચ ઓન સ્થિતિ હોય ત્યારે ક્યારેય ચાવી કાઢશો નહીં.
  • વ્હિલ લોક હોય તે સ્થિતિમાં જમણી-ડાબી બાજુ વધારે ઘૂમાવશો નહીં, અન્યથા આ પાવર સ્ટીયરિંગ પંપને નુકસાન પહોંચાડવા પડશે.
  • બેટરી કનેક્શન (Battery Connection)ને રિવર્સ ન કરો; અન્યથા આ કેટલાક ઈલેક્ટ્રિક કમ્પોનેન્ટને નુકસાન પહોંચાડશે. નુકસાનથી બચવા માટે શક્ય બને તો બોનટની ઉપર વધારે દબાણ આપવાથી બચવું.