H-1B Visa Fee: અમેરિકાએ કેટલાક H-1B વિઝા કર્મચારીઓ માટે 1 લાખ ડોલરની પેમેન્ટ કરવાની શરત વધુ એક વર્ષના સમય માટે વધારવાનો નિર્ણય કર્યો છે. વ્હાઈટ હાઉસની જાહેરાત પ્રમાણે આ શરત 21 સપ્ટેમ્બર 2027 સુધી યથાવત રહેશે. આ નિયમ સપ્ટેમ્બર 2025માં લાગુ કરવામાં આવ્યો હતો.
તેની અસર ભારતીય પ્રોફેશનલ્સ માટે અત્યંત મહત્વની છે, કારણ કે નાણાકીય વર્ષ 2024માં મંજૂર H-1B અરજદારોમાં ભારતમાં જન્મેલા લોકોની હિસ્સેદારી 71 ટકા છે. પરોક્ષ રીતે આ એક લાખ ડોલરની ફી પ્રોફેશનલ પર વધારાનો બોજ છે.
H-1Bની 1 લાખ ડોલરની શરત
ભારતીય પ્રોફેશનલ્સ માટે આ વિસ્તરણ એટલા માટે મહત્વની છે કારણ કે H-1B વ્યવસ્થામાં ભારતની હિસ્સેદારી ખૂબ જ મોટી છે. અમેરિકાની નાગરિકતા અને સંબંધિત સેવા અંગેની તાજેતરની માહિતી પ્રમાણે નાણાકીય વર્ષ 2024માં મંજૂર તમામ H-1B અરજદારોમાં ભારતમાં જન્મેલા લોકોની હિસ્સેદારી 71 ટકા હતી.
1 લાખ ડોલર શરત લાગૂ થતા કયાં ફેરફાર આવ્યા
વ્હાઈટ હાઉસે જાહેરાતમાં માલુમ થાય છે કે સપ્ટેમ્બર 2025માં પેમેન્ટની શરત લાગુ થયા બાદ H-1B વ્યવસ્થામાં કયા ફેરફાર આવ્યા છે.અમેરિકી વહિવટીતંત્ર પ્રમાણે મૂળ પ્રતિબંધ લાગુ થયા બાદ 700થી વધારે અરજદારો માટે 1 લાખ ડોલરની ચુકવણી કરવામાં આવી છે.
